વડોદરા આરટીઓમાં પાસિંગ માટે આવતાં વાહનો અને ફરી વેચાણ થતાં વાહનોની આરસી બુકનો અંદાજે રોજનો 500નો પ્રિન્ટિંગ ઓર્ડર હોય છે. આરસી બુક આપવામાં અંદાજે 15 દિવસનો સમય લાગતો હોય છે, હવે 1 માસથી વધુ લાગે છે. રાજ્ય સરકારની એજન્સી દ્વારા લાઇસન્સ અને આરસી બુકના પ્રિન્ટિંગ મટિરિયલમાં અછતની બૂમ ઊઠી છે. જેથી લાઇસન્સ-આરસી બુકમાં વિલંબ થાય છે. લાઇસન્સ જે તે આરટીઓમાંથી કાઢી અપાય છે, પણ આરસી બુક સરકારમાંથી ડિસ્પેચ કરાય છે તેમજ પ્રિન્ટિંગ ગાંધીનગર ખાતે થાય છે. સમગ્ર વિષયમાં વડોદરા આરટીઓના સત્તાધીશો દ્વારા કંઈ પણ કહેવાની મનાઈ ફરમાવી હતી.
1.40 કરોડનો ફાયરબ્રિગેડનો રોબોટ RC બુક ન આવતાં હાલ ઉપયોગમાં નહીં લેવાય
શહેરના ફાયરબ્રિગેડમાં સામેલ કરાયેલા 1.40 કરોડના રોબોટનું આરટીઓ પાસિંગ થઈ ગયું છે, પરંતુ આરસી બુક પ્રિન્ટિંગ થઈને આવવામાં અંદાજે એક મહિનાનો સમય લાગશે, જેને પગલે રોબોટને સામેલ કરવામાં હજુ વિલંબ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.