તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવહન:શ્રમિકોને ~116માં સિટી બસની 1 મહિનો અનલિમિટેડ મુસાફરી

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નોંધાયેલા શ્રમિકોને જ લાભ મળશે

રાજ્ય સરકાર દ્વારા બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા તેમજ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નોંધણી કરાવેલ આ શ્રમજીવીઓને 80 ટકા રાહત દરે સીટી બસ માં મુસાફરીની યોજના અમલી બનાવતા હવે શ્રમજીવીઓને બસમાં મુસાફરી કરવા માટે વડોદરા શહેરમાં એક મહિના માટે માત્ર 116 રૂપિયા ચૂકવવા પડશે. વડોદરા સ્ટેશન સ્થિત સિટી બસની ઓફિસથી પાસ કઢાવી આખો મહિનો અનલિમિટેડ મુસાફરી કરી શકશે. શહેરમાં સિટી બસ સેવા પૂરી પાડતા વિનાયક લોજીસ્ટીકના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું.

કે વડોદરા શહેરમાં અનલિમિટેડ મુસાફરી માટે 700 રૂપિયા નો માસિક પાસ કાઢવામાં આવે છે રાજ્ય સરકારની યોજના માટે આ રકમ ઘટાડી રૂપિયા 580 નક્કી કરાઇ હતી જે પૈકી 464 રૂપિયા સરકાર આપશે અને 116 રૂપિયા શ્રમિકોએ ચૂકવવા પડશે. બે દિવસમાં સયાજીગંજ સ્થિત સિટી બસની ઓફિસથી 50થી વધુ લોકોએ યોજનાનો લાભ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...