વ્હોટસએપ દ્વારા કેમેરો મંગાવનાર યુવાન સાથે છેતરપિંડીય થયાની ફરિયાદ નોંધાવાઇ છે. યુવકે વ્હોટસએપની લિંક દ્વારા 2 લાખનો કેમેરો 1 લાખમાં મંગાવ્યો હતો પણ કેમેરો ના આવતાં છેતરાયાની જાણ થઇ હતી. યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. બાજવા રોડના ભાથૂજી નગરમાં રહેતા ફોટોગ્રાફર વિક્રમ પરમાર મિત્ર ભાવેશ આક્ટે ફેસબુક દ્વારા સુરજ દવે નામના વ્યક્તિના સપંર્કમાં આવ્યા હતા.
અને ભાવેશને સુરજના વ્હોટસએપ સ્ટેટસ દ્વારા જણાવા મળ્યું હતું કે સુરજ ઓનલાઈન વસ્તુઓ વેચે છે. સુરજે જણાવ્યું હતું કે, જો મારી પાસેથી લેશો તો 30 ટકાની છૂટ મળશે. વિક્રમે કેમેરો લેવાનો હોવાથી ભાવેશે સૂરજનો નંબર વિક્રમને આપ્યો હતો. કેમેરા અંગે વાત કરતા સુરજે 2.13 લાખનો કેમેરો 1.49 લાખમાં આપવાનો કહ્યો હતો. વિક્રમે કેમેરો ઓર્ડર કરી ઓનલાઈન 40 હજાર મોકલી આપ્યા હતા.
સુરજ કોઈને કોઈ કારણે વિક્રમ પાસેથી કેમેરાના નામે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી રહ્યો હતો. સપ્ટેમ્બરમાં સુરજે વિક્રમને જણાવ્યું હતું કે કેમેરો મુંબઈ છે અને ડિલરને પુરુ પેમેન્ટ કરવું પડશે. જેથી વિક્રમભાઈએ તબક્કાવાર 1 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા પણ કેમેરાની ડિલેવરી થઈ નહોતી. આ બાદ પણ સુરજ વિક્રમ પાસે પૈસા માંગ્યા કરતો હતો પણ વિક્રમને શંકા જતા તેણે પૈસા ટ્રાન્સફર કરવાના બંધ કરી દીધા હતા. કેમેરાની ડિલેવરી ન થતા વિક્રમ ભાઈએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.