વડોદરા શહેરના તરસાલી રોડ ઉપર આવેલી આશિર્વાદ સોસાયટીના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો મુખ્ય દરવાજાનો નકૂચો તોડીને તિજોરીના લોકરમાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા સહિત 1.80 લાખની મત્તા ચોરી નાસી છૂટ્યા હતા. આ ફરિયાદના આધારે મકરપુરા પોલીસે ચોરીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાડોશીએ પરિવારને જાણ કરી
મૂળ ભરૂચના રહેવાસી અને હાલમાં તરસાલી રોડ ઉપર આવેલી આશિર્વાદ સોસાયટીમાં રહેતા જુગલ સોદાગર બીજી મેના રોજ મકાનને તાળું મારી પરિવાર સાથે મુંબઈ કામ અર્થે ગયા હતા. બે દિવસ બાદ પાડોશીએ મકાનના મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હોવાનું જણાવ્યું હતું. જેથી જુગલભાઈ પરિવાર સાથે પરત વડોદરા દોડી આવ્યા હતા. ઘરમાં તપાસ કરતા તિજોરીનો સામાન વેરણછેરણ નજરે ચડયો હતો.
1.80 લાખની મત્તાની ચોરી
અજાણ્યા તસ્કરો તિજોરીના લોકરમાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી ,સોનાનો સિક્કો, ચાંદીના સિક્કા ,ચાંદીની પાયલ, ચાંદીની વીંટી , સોનાનું બ્રેસલેટ અને રોકડા 19 હજાર રૂપિયા મળીને કુલ 1.80 લાખની મત્તા ચોરીને નાસી છૂટ્યા હોવાનું બહાર આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.