ઘરપકડ:અમર પાનમાંથી વિદેશી સિગારેટો સાથે 1 ઝબ્બે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોત્રી રોડ હરીનગર બ્રિજ નીચેની અમર પાનની દુકાનમાંથી શહેર એસ.ઓ.જી પોલીસે દરોડો પાડી 3500 રૂપિયાની વિદેશી સિગારેટનો જથ્થો ઝડપ્યો હતો. હરિ નગર બ્રિજ નીચે ક્રિષ્ના કોમ્પલેક્સમાં અમર પાન નામની દુકાન ચલાવતો જય કોટવાની નામનો યુવક તેની દુકાનમાં અનઅધિકૃત રીતે વિદેશી બનાવટની સિગારેટ અને તમાકુની પ્રોડક્ટનું વેચાણ કરે છે તેવી બાતમીથી પોલીસે સોમવારે બપોરે અમર પાનની દુકાનમાં દરોડો પાડતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી સિગરેટ અને તમાકુ ના પેકેટ મળ્યા હતા. પોલીસે અમર પાનના જય ચંદીરામ કોટવાની ( રહે રોઝડેલ હાઇટ્સ, વાસણા ભાયલી રોડ)ની અટકાયત કરી તેની સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...