જોગવાઇ:112 બગીચાઓમાં રમતના સાધનો માટે 1 કરોડ ખર્ચાશે, નિભાવણી ખર્ચ-ખરીદી માટે દરખાસ્ત

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વર્ણિમની ગ્રાંટમાંથી ખર્ચ કરવા સ્થાયીનો નિર્ણય

શહેરમાં આવેલા 112 બગીચાઓમાં પાલિકા દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે ફિઝિકલ ફિટનેસના સાધનો તેમજ રમત ગમતના સાધનો મુકવામાં આવ્યા છે. જેની નિભાવણી માટે એક કરોડની મર્યાદામાં ખર્ચ કરવાની મંજૂરી આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરાઇ છે. શહેરમાં હાલમાં 112 બગીચાઓ આવેલા છે. પાલિકાની પાર્ક એન્ડ ગાર્ડન શાખા દ્વારા તમામ બગીચાઓમાં ફિઝિકલ ફિટનેસ સાધનો અને બાળકો માટે રમત ગમતના સાધનો મુકવામાં આવ્યા છે.

આ સાધનોના સમારકામ તેમજ નવીન સાધનોની ખરીદી માટે રૂ. 1 કરોડની મર્યાદામાં આ કામ માટે પાલિકાએ ઇજારદારો પાસે ભાવપત્રકો મંગાવ્યા હતા. જેમાં ત્રણ ઈજારદારો માટે ક્વોલિફાઇ થયા હતા. તે પૈકીના મે. શ્રી સાંઈ ઈન્સ્ટ્રીઝે અંદાજિત રકમથી 25.90 ટકા ઓછા ભાવપત્રકને મંજૂરી માટે સ્થાયી સમિતિમાં મોકલવામાં આવ્યા છે. આ કામની ગ્રાન્ટ સ્વર્ણિમ ગ્રાન્ટ 2018-19માંથી ઉપયોગમાં લેવાશે.

ઝૂના પાંજરામાં PUF પેનલ બેસાડાશે
કમાટીબાગમાં બનાવાયેલી એવીયરીમાં પ્રાણીઓને રાખવામાં આવશે. જેમાં પ્રાણીઓને ગરમીથી રાહત મળે તે માટે પિયુએફ સેન્ડવીચ પેનલ મુકવામાં આવશે. આ કામની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મોકલવામાં આવી છે. શહેરના કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે પાંચ નવા પિંજરા બનાવવામાં આવ્યા છે. જેના સર્વિસ એરિયામાં પીયુએફ સેન્ડવીચ પેનલ લગાવવામાં આવનાર છે. તદુપરાંત ખુલ્લા ભાગમાં પ્રોટેક્શન માટે જાળી લગાવવાનું પણ નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...