કાર્યવાહી:ગોઠડા નજીક ગાંજાના જથ્થા સાથે 1 ઝડપાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાવલીના ગોઠડા ગામ નજીક પતરાની ઓરડીમાં દરોડો પાડીને જીલ્લા એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જીલ્લા એસઓજી પોલીસને ચોકકસ બાતમી મળી હતી કે સાવલી વડોદરા રોડ પર ગોઠડા ગામની સીમમાં રહેતા એક શખ્સ પાસે ગાંજાનો જથ્થો છે જેથી પોલીસે ગોઠડા ગામની સીમમાં નર્મદા માઇનોર કેનાલ ની બાજુમાં રહેલી ચિકન બીરયાનીની લારી પાછળ પતરાની ઓરડીમાં દરોડો પાડયો હતો. પોલીસને ઓરડીમાંથી સખાવતખા ઇમામખા પઠાણ મળી આવ્યો હતો અને તેની પાસેથી 908 ગ્રામ ગાંજો (કિંમત 9080 રુપીયા) મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...