• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 1 Case Of Corona, 98 Cases Of Dengue chickenpox Reported In Last 36 Hours In City, 1 Lakh People Pending Vaccination For 100% Target

કોરોના વડોદરા LIVE:શહેરમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાનો 1 કેસ, ડેન્ગ્યુ-ચિકનગુનિયાના 98 કેસ નોંધાયા, 100 ટકાના લક્ષ્યાંક માટે 1 લાખ લોકોનું રસીકરણ બાકી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં હાલ 17 દર્દીઓ હોસ્પિટલમાં અને હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,098 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,458 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરા શહેરમાં શુક્રવારે કોરોનાના 4 દર્દીઓ એક સાથે નોંધાયા બાદ શનિવારે ફરી એક જ દર્દી નોંધાયો હતો. બીજી તરફ એક દર્દીને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો હતો.

હાલ 17 દર્દી સારવાર હેઠળ છે
વડોદરામાં હાલમાં 17 દર્દીઓ હોસ્પિટલમાં અને હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. આ દર્દીઓ પૈકી એક દર્દીની સારવાર ઓક્સિજન પર ચાલી રહી છે. હાલમાં 21 લોકો ક્વોરન્ટીન છે. ઉલ્લેખનીય છે કે શનિવારે 2990 નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં મ્યુકોરમાઇકોસિસનો એક પણ નવો કેસ નોંધાયો ન હતો.

17,833માંથી 8500 લોકોને પહેલો ડોઝ અપાયો
રાજ્ય સરકાર દ્વારા દિવાળી સુધીમાં રસીનો પ્રથમ ડોઝ તમામ લોકોને આપી દેવા માટેની સૂચના આપી છે. 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે છેલ્લા એક સપ્તાહથી કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કવાયતને પગલે આશ્ચર્યજનક રીતે છેલ્લા એક સપ્તાહથી પ્રથમ ડોઝ ની સંખ્યામાં વધારો નોંધાયો છે. છેલ્લા એક મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિને અને અન્ય મેગા વેક્સિનેશન કેમ્પમાં 27 હજાર લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે છેલ્લા એક સપ્તાહમાં 50 હજારથી વધુ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તેમાંય શનિવારે રસી લેનાર કુલ 17833 પૈકી 8500 લોકોનું પ્રથમ ડોઝનું રસીકરણ પાલિકાના ચોપડે નોંધાયું છે.

રસીકરણના 100 ટકાના લક્ષ્યાંક માટે હજુ પણ 1,00,759 લોકો બાકી છે
વડોદરા શહેરમાં ચાલી રહેલા વેક્સિનેશન 100 ટકાના લક્ષ્યાંક માટે હજુ પણ 1,00,759 લોકો બાકી છે. ગત 16 સપ્ટેમ્બરના રોજ 12,89,113 લોકોએ પ્રથમ ડોઝ મુકાયો હતો, જ્યારે 16 ઓક્ટોબરના રોજ 14,09,042 લોકોનું પ્રથમ ડોઝનું રસીકરણ નોંધાયું હતું આ મુજબ એક મહિનામાં 11,99,29 લોકોને પ્રથમ ડોઝ મૂકવામાં આવ્યો હતો. છેલ્લા એક સપ્તાહ અગાઉ સેકન્ડ ડોઝ લેનારની સંખ્યા વધારે હતી. જે અંગે આરોગ્ય વિભાગ દ્વારા અવાર-નવાર કહેવાતું હતું કે પ્રથમ ડોઝ મોટાભાગના લોકોએ લઈ લીધો છે. જેથી તેની સંખ્યા ઓછી છે. પરંતુ, રાજ્ય સરકારના આદેશ બાદ આકસ્મિક રીતે હજારોની સંખ્યામાં લેનારા અને તે પણ 18થી 40 વર્ષની ઉંમરના લોકો આવવા લાગ્યા છે.

શનિવારનું રસીકરણ 17,833 પ્રથમ ડોઝ 14,09,042 93.32% બીજો ડોઝ 9,65,213 63.92%

ડેન્ગ્યુના નવા 66 કેસ, ચિકનગુનિયાના 32 કેસ
વડોદરા શહેરમાં હવે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો બેકાબુ બની રહ્યો છે. બે દિવસમાં વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુના વધુ 37 અને ચીકનગુનિયાના 24 નવા કેસ નોંધાયા હતા. જ્યારે એસ.એસ.જીમાં ડેન્ગ્યુના 29 અને ચિકનગુનિયાના 8 કેસ નોંધાયા હતા. તો 90 લોકોને ઝાડા ઉલ્ટી થયા હોવાનું સપાટી પર આવ્યું છે. તદુપરાંત 728 જેટલા લોકોને તાવની ફરિયાદ હોવાનું પાલિકાના ચોપડે નોંધાયું છે. શહેરના રામદેવનગરમાં કમળાનો એક કેસ નોંધાયો હતો.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,771 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,080 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,997, ઉત્તર ઝોનમાં 11,797, દક્ષિણ ઝોનમાં 11,806, વડોદરા ગ્રામ્યમાં 26,772 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

શનિવારે આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
માંજલપુર.

અન્ય સમાચારો પણ છે...