તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અલવાનાકામાં ઝડપાયેલા દારૂના કેસમાં 1ની ધરપકડ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • માંજલપુરની હદમાં પાણીગેટ પોલીસે રેડ પાડી હતી
 • આરોપી નથ્થુ ભાલિયા 2 દિવસના રિમાન્ડ પર

માંજલપુર પોલીસ મથકની હદમાં આવતા અલવાનાકામાં પાણીગેટ પોલીસે 28 ફેબ્રુઆરીએ દરોડો પાડી 6.23 લાખનો દારૂ ઝડપી લીધો હતો. આ ઘટનામાં માંજલપુર પોલીસે નથ્થુ ભાલિયાની ધરપકડ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. દિલીપ મારવાડી અને ભીખા ભાલિયાને પોલીસ શોધી રહી છે. ના.પોલીસ કમિશનર ડો. કરણરાજ વાઘેલાને માહિતી મળી કે, માંજલપુર અલવાનાકા શાકમાર્કેટ સામે સોમનાથનગરમાં મની ઓટો ગેરેજ પાસે પતરાના દરવાજાવાળા ગોડાઉનમાં દારૂનો જથ્થો છે.

વડસરનો નથ્થુ ભાલીયા અને ભીખા ભાલીયા દારૂ વેચે છે. અધિકારીની સૂચનાથી પાણીગેટ પોલીસે દરોડો પાડી 28 ડ્રમમાં ભરેલી દારૂની 1,678 બોટલ અને 1282 બીયરના ટીન મળી 6,23,200નો જથ્થો જપ્ત કરી નથ્થુ ભાલિયા,ભીખા ભાલિયા તેમજ નવાયાર્ડના દિલીપ ચતુર મારવાડીને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો