તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:નાઈટ શૅલ્ટર બન્યા તે વિસ્તારનાં 1-1 મહિલા કોર્પોરેટર કમિટીમાં મુકાયાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાસ સમિતિઓમાંથી રાજીનામું ધરનાર કોંગ્રેસી કોર્પોરેટરનો સમાવેશ

શહેરમાં 5 સ્થળોએ બનાવેલા નાઈટ શૅલ્ટર માટેની સમિતિમાં જે તે વિસ્તારનાં મહિલા કોર્પોરેટરની નિયુક્તિ કરાઈ છે અને તેમાં કોંગ્રેસના એક કોર્પોરેટરનો પણ સમાવેશ થાય છે. પાલિકા દ્વારા દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત 5 સ્થળે 11 શેલ્ટર હોમ બનાવાયાં છે. આ યોજનાની ગાઈડ લાઈન મુજબ વોર્ડ દીઠ શેલ્ટર મેનેજમેન્ટ કમિટીની રચના કરાઈ છે. જેમાં જે તે ચૂંટણી વોર્ડના 1-1 સભાસદની કમિટીના સભ્ય તરીકે નિયુક્તિ કરવાની દરખાસ્ત સમગ્ર સભાએ મંજૂર કરી છે.

વોર્ડ 1માં અમરનગર નવાયાર્ડ છાણી, વોર્ડ 9 મધુનગર, ગોરવા બ્રિજ નીચે, વોર્ડ 12માં વિશ્વામિત્રી અને વડસર બ્રિજ નીચે તથા વોર્ડ 17માં જીઆઇડીસી સહિત 5 શેલ્ટર બનાવ્યા છે કે જેના 11 યુનિટ છે, જેની કુલ ક્ષમતા 173 છે. આ વોર્ડના 1-1 સભાસદને નિયુક્ત કરાયા છે. આમાં કોર્પોરેશનના પ્રતિનિધિ તરીકે જે તે વોર્ડના વહીવટી વોર્ડ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેર ઉપરાંત કેરટેકર તરીકે યુસીડી પ્રોજેક્ટના સક્ષમ અધિકારી દ્વારા નિયુક્ત કરવાની થાય છે.

વહીવટી વોર્ડ નંબર 7,10, 6 અને 12 ના વોર્ડ ઓફિસર અને નાયબ કાર્યપાલક ઇજનેરને મુકાયા છે.ચૂંટણી વોર્ડ નંબર એકમાંથી કોંગ્રેસના પુષ્પાબેન વાઘેલા,વૉર્ડ 9 માંથી ભાજપનાં ઉમિષાબેન વસાવા, વૉર્ડ ન.12માંથી ભાજપનાં ટ્વિંકલબેન ત્રિવેદી, વૉર્ડ 17માંથી સંગીતાબેન પટેલની આ કમિટીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...