તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નસવાડી તાલુકાના તણખલા ગામે કરોડોના ખર્ચે મોડલ સ્કૂલનું કામ ચાલુ હતું. જે મોડલ સ્કૂલનું કામ સુરતના કોન્ટ્રાક્ટર હેઠળ કરાતું હતું. જે કામ લોકડાઉન થતા બંધ થયું હતું. જેને લઈ મોડલ સ્કૂલનું કામ કરતા શ્રમિકો ફસાઈ ગયા હતા. કોન્ટ્રાક્ટરને અનેક વાર રજૂઆત કરી તો લોકડાઉન ખુલશે કહી આશ્વાસન અપાયું હતું. પેટ માટે મજુરી કરવા આવેલ શ્રમિકો બેસી રહ્યા હતા. આખરે 50 દીવસ બાદ લોકડાઉનના ખુલતા અને કોન્ટ્રાક્ટરને શ્રમિકો દ્વારા તેમના વતન પોહચડવા વાત કરતા ધ્યાન ન અપાતા તણખલાથી શ્રમિકો મધરાત્રે પગપાળા નસવાડી આવી પોહચ્યા હતા અને પગપાળા જ છતીસગઢ જવા માટે રવાના થયા હતા. શ્રમિકોએ 50 દિવસની આપવીતી જણાવી આંખો ભીની કરી હતી. કોન્ટ્રાક્ટરને કરોડો રૂપિયાના કામ આ શ્રમિકો કરી આપી પેટિયું રડતા હોય છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.