તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:નસવાડી તાલુકામાંથી પ્રથમ વખત 80 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા

નસવાડી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડીમાં સેમ્પલ લેવાયા હતા. - Divya Bhaskar
નસવાડીમાં સેમ્પલ લેવાયા હતા.
 • હોમ ક્વોરન્ટાઈન પૂર્ણ કરેલા અને રેડ ઝોનમાંથી આવેલા લોકોના સેમ્પલ લીધા

નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બહારથી આવેલ અને રેડ ઝોન વિસ્તારમાંથી આવેલ વ્યક્તિના કોરોના વાઇરસના સેમ્પલ લેવાયા હતા. છોટાઉદેપુરના માઈક્રો બાયોલેજીસ્ટની ટીમ નસવાડી આવી હતી. જેમાં નસવાડીમાં ત્રણ બારી પર વ્યવસ્થા ઉભી કરાઈ હતી. જેમાં એક બારી પર વ્યક્તિ ક્યાંથી આવ્યો ક્યારે આવ્યોની વિગત સાથે વ્યક્તિની આરોગ્ય તપાસ સાથે આધાર કાર્ડ સાથેનું રજિસ્ટ્રેશન કરાયા બાદ તેના સેમ્પલ નિયમ મુજબ નાક અને ગળાના ભાગથી લેવાયા હતા. નસવાડી તાલુકામાં પ્રથમ વખત કોરોના વાઇરસને લગતા RT PCR સેમ્પલ લેવાયા હોવાથી નસવાડી તાલુકાના 6 પીએચસી સેન્ટરમાં આવતા ગામડામાંથી જે લોકોને બોલાવ્યા હતા તેઓ આવ્યા હતા.

જેમાં નાના બાળકો પણ હતા. સાથે જે લોકોને શરદી, તાવ, ખાંસીના લક્ષણો સાથે કુલ 80 લોકોના સેમ્પલ લેવાયા છે. કોરોના વાઇરસના સેમ્પલ લેવાનું મુખ્ય કારણ આરોગ્ય વિભાગની ટીમ જો કોરોના વાઇરસના લોકો જોવા મળે તો તંત્ર અગાઉથી સાવચેતી લઈ કામ કરી શકે અને રોગ ફેલાતો અટકાવી શકાય. હાલ તો તાલુકામાં એવું છે નહીં છતાંય પાણી આવતા પાળ બંધઘાય છે તેમ આરોગ્ય વિભાગ કામગીરી કરી રહ્યું છે. તમામ સેમ્પલ વડોદરા સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જેનું રિપોર્ટ આવ્યા બાદ જાણ કરાશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો