તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:મહીસાગરમાં મનરેગા યોજના હેઠળ રોજગાર લક્ષી કામો શરૂ, મનરેગા હેઠળ 10,395 માનવ દિવસની રોજગારી

લુણાવાડા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહીસાગરમાં મનરેગા યોજના હેઠળ રોજગાર લક્ષી કામો શરૂ
 • મનરેગા હેઠળ 10,395 માનવ દિવસની રોજગારી ઉપલબ્ધ

કોરોના વાઇરસને કારણે ઉદભવેલી વિકટ પરિસ્થિતિમાં રોજગારી મેળવવીએ એક વિકટ પ્રશ્ન બની ગયો છે.  રોજનું પેટીયું રળી જીવન નિર્વાહ કરતા શ્રમિક પરિવારોને આ મુશ્કેલીના સમયે લોકડાઉનમાં પણ રોજગારી મળી રહે અને જીવન ગુજરાન ચલાવી શકે તેવા ઉમદા હેતુથી મનરેગાના કામો શરૂ કરવા માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે. જે સંદર્ભે મહિસાગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા યોજના હેઠળના કામો મંજૂર કરી કોરોના સંદર્ભ ના પગલાઓનું ચુસ્ત પાલન કરી શ્રમિકોને 6 ફૂટ અંતરનુ સામાજિક અંતર જાળવી તેમજ ફરજિયાત માસ્ક કે સંપૂર્ણ મો ઢંકાય રહે તે રીતે રૂમાલ બાંધી તથા શ્રમિકો માટે સાબુ અને પાણીની વ્યવસ્થા કરી વારંવાર હાથ ધોવાની પણ સગવડ કામના સ્થળે કરવામાં આવી છે.

જિલ્લામાં આગામી ચોમાસા દરમિયાન ગામનું પાણી ગામમાં સંગ્રહ થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે જાદવની રાહબરી હેઠળ સંબંધિત ગ્રામ પંચાયતના સંકલનથી 590 જેટલા મનરેગાના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે પૈકી 286 કામો જળ સંરક્ષણ, જળસંચય અને દુષ્કાળ પ્રતિરોધકના છે. જ્યારે 304 કામો પીએમએવાય અને અન્ય માળખાકીય કામો શરૂ કરી શ્રમિકોને પોતાના ગામમાં જ રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. શ્રમિકોને અત્યાર સુધી 10,395  માનવદિન રોજગારી પૂરી પાડવામાં આવી છે.  લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં પણ શ્રમિકોને રોજગારી સાથે ગ્રામ્ય અર્થતંત્ર ધીરે ધીરે વેગવંતુ બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો