મહીસાગર પોલીસે અલગ અલગ શહેરમાંથી ચાલતા આવતા મજૂરો માટે વાહનની વ્યવસ્થા કરી

કોરોના ઇફેક્ટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લુણાવાડા: સરકારના 21 દિવસ માટે લોક ડાઉનના પગલે ધંધા રોજગાર ફેક્ટરીઓ બંધ થઈ જતા રોજબરોજ મજૂરી કરતા પેટિયું રડતા પરપ્રાંતીય લોકો રોજગારી ન મળતાં પોતાનું પરિવારનું ગુજરાન કેવીરીતે ચાલાવવું? મજૂરો અમદાવાદ, સુરત, કડી-કલોલ, હિંમતનગર, સાણંદ સહિત અનેક શહેરોમાંથી જેમતેમ કરી શહેર છોડી પોતાના પરિવાર સાથે સરસામાન સાથે લઈ માદરે વતન પગપાળા જવા રવાના થતા લુણાવાડા પોહચ્યા હતા. 
પીવાનું પાણી અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઇ
મજૂરો પોતાના બાળકોને માથે બેસાડી અને કેડમાં તેડીને ચાલતા લુણાવાડા પોહચ્યા હતા. મહિસાગર જિલ્લા ટ્રાફિક પોલીસને પગપાળા ચાલતા ચાલતા જતા લોકોએ આપવીતી જણાવતા કહ્યું હતું કે સાહેબ અમને સાધન મળતું નથી. ભૂખ તરસ વેઠી અમે અમારા બાળકોને અમદાવાદ સહિત અનેક શહેરોમાંથી ચાલતા લઈને આવ્યા છે. રસ્તામાં કોઈ પણ જગ્યાએ દુકાનો ખુલ્લી ન જોવા મળતાં ભૂખ્યા પેટે થાકી ગયેલી હાલતમાં લુણાવાડા પોહચતા મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસના PSI કલાસવા તથા તેમની ટિમ દ્વારા પીવાનું પાણી અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાર બાદ પાછલા બે દિવસથી આ સહિત સંતરામપુર, સુખસર, ફતેપુરા, દાહોદ સહિત અનેક વિસ્તારોમાં જતા ચાલતા કામદારોને વાહનની વ્યવસ્થા કરી વાહનમાં મોકલતા પોલીસ પ્રજાની ખરી મિત્ર છે તેવું ટ્રાફિક પોલીસે સાબિત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...