તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન 3:ગુજરાત ગૌરવ દિનની સ્પર્ધામાં 8523 કૃતિઓની નોંધણી સાથે મહીસાગર જિલ્લો બીજા ક્રમે

લુણાવાડા9 મહિનો પહેલા
 • કૉપી લિંક

1 મે 2020ના રોજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધા યોજી હતી. જે અંતર્ગત મહીસાગરના વિદ્યાર્થીઓએ કૃતિ શિક્ષણાધિકારીને નિયત કરેલ ઈ-મેઈલ એડ્રેસ પર ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લઇ 10મે સુધી મોકલી આપી હતી. સ્પર્ધામાં જિલ્લામાં પ્રાથમિક વિભાગમાં ચિત્રસ્પર્ધાની 1296, નિબંધ સ્પર્ધાની 744 અને કાવ્ય લેખનની 284  મળીને કુલ 2324 કૃતિઓ મળી છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધાની 3063, નિબંધ સ્પર્ધાની 2347 અને કાવ્ય લેખનની 789 મળીને કુલ 6199 કૃતિઓ પ્રાપ્ત થયેલ છે. આમ, પ્રાથમિક અને માધ્યમિકમાંથી કુલ 8523 જેટલી કૃતિઓ પ્રાપ્ત થયેલ છે. સ્પર્ધાઓમાં માધ્યમિકમાં 6199 સ્પર્ધકોએ ભાગ લઇ નોંધણીમાં રાજ્યમાં બીજા ક્રમે રહેલ છે. આ કૃતિઓની જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર મારફતે ચકાસણી હાથ ધરવામાં અાવશે લોકડાઉનની પરિસ્થિતિમાં પણ મહીસાગર જિલ્લાના વિદ્યાર્થીઓએ ગુજરાત ગૌરવ દિન નિમિત્તે સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવા બદલ જિલ્લા કલેક્ટર આર.બી.બારડે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો