તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઈરસ:ચપટીયા તેમજ વક્તાપુરાને કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કર્યો, 7 ગામો બફર જોન જાહેર

લુણાવાડા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અવર-જવર પર પ્રતિબંધ

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચપટીયા તથા વક્તા પુરા ગામમાં નોવેલ કોરોના વાયરસના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ કોરોના વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે ચપટીયા તેમજ  વક્તાપુરા ગામના સમગ્ર વિસ્તારને કન્ટેન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવે છે, આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર - જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પૂરું પાડવામાં આવશે. 

જાહેરનામાનો અમલ તા. 9 મે થી તા.22 મે 2020ના સુધી અમલી ઉપરાંત ચપટીયા ગામની આસપાસના કડાછલા, ગાભલાવાડ, કોદરપુરા, કલ્યાણપુરા, ભુવા, છાપરી, ભીમપુર  ગામોને  બફર જોન તરીકે જાહેર કરી આ ગામોની હદને સીલ કરવામાં આવે છે. ઉપર્યુકત ગામોમાં આવશ્યક સેવાઓના પુરવઠા  સંબંધિત અવર -જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે. તથા આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે 8 થી 12 સુધી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો અમલ તા. 9 મે થી તા.22 મે 2020ના સુધી અમલી રહેશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો