તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન 3:મધવાસમાં મનરેગા યોજના અંતર્ગત 220 શ્રમિકોને ઘરઆંગણે રોજગારી મળી,590 કામો મંજૂર કરાયા

લુણાવાડા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગાના 590 કામો મંજૂર કરવામાં આવ્યા

લોકડાઉનમાં રોજગારી, ખેત મજુરી કરી રોજનું પેટીયું રળી જીવન નિર્વાહ ચલાવતા પરિવારો માટે રોજગારીના તમામ સ્ત્રોત બંધ થઇ જતાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. તેવી મુશ્કેલ પરીસ્થિતિમાં મનરેગાનાં કામો શરૂ કરવા માર્ગદર્શક સુચનાઓ આપી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગાના 590 કામો મંજુર કર્યા. તેમાં 286 કામો જળ સંચય, જળ સંરક્ષણ તેમજ 304  પીએમએવાય અને અન્ય માળખાકીય કામો શરૂ કર્યા છે. મધવાસ ગામના સરપંચ કનુભાઇએ જણાવાયુ હતુ કે લોકડાઉનની કપરી પરીસ્થિતિમાં કામધંધો ન હતો તેવા સમયે ગામમાં તળાવ ઉંડું કરવાની કામગીરી શરૂ કરાવી તેથી ગામમાં જ રોજગારીનો સહારો મળ્યો છે તેથી પરીવારનું ભરણપોષણ કરી શકાશે. અગાઉના વેતન કરતા સરકારે રૂા 25નો વધારો પણ કર્યો છે. જે આ બેરોજગારીના સમયે ઘણો જ કારગત નિવડશે. મનરેગાની આ કામગીરીમાં રોજગારી મેળવતા 220 શ્રમિકોને કોરોના સંદર્ભની તકેદારી રાખી અવાર નવાર તેમના આરોગ્યની ચકાસણી કરે છે. ગામમાં જ રોજગારી મળતા શ્રમજીવી પરીવારોને મુશ્કેલ પરીસ્થિતિમાં જીવવાનો સધિયારો મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો