કરુણાંતિકા:દેરોલી ગામે નર્મદામાં યુવાન ડૂબ્યો

કરજણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નહાવાં પડતાં ડૂબ્યો, સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની લાશને બહાર કાઢી
  • મૂળ યુપીના અમેઠીનો યુવક ડેરોલી ગામે રહીને મજૂરી કામ કરતો હતો

દેરોલી ગામે રહેતો યુવક નર્મદા નદીમાં નહાવા પડ્યો હતો, ત્યારે અચાનક નદીના ઊંડા પાણીમાં ડૂબી જવા પામ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ માટે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી હતી. ઉત્તર પ્રદેશના અમેઠીનો મૂળ રહેવાસી યુવક ડેરોલી ગામે રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો.

ઉત્તર પ્રદેશના અમેઠી નજીકના મનકારી પોસ્ટ તા.મોહનગઢનો રહેવાસી યુવક સદ્દામહુસેન વસીમખાન ગુર્જર ઉંમર વર્ષ 24 કરજણ તાલુકાના દેરોલી ગામે મજૂરી કામ અર્થે તેના ફોઈના છોકરા સાથે રહેતો હતો. જેમાં સદ્દામહુસેન વસીમખાન ગુર્જર દેરોલી ગામની નર્મદા નદીમાં નહાવા પડ્યો હતો. જેમાં નર્મદા નદીના ઊંડા પાણીમાં ડૂબી જતા દેરોલી ગામના સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

શોધખોળ દરમિયાન સદ્દામહુસેન વસીમખાન ગુર્જર લાશ નર્મદા નદીમાંથી મળી આવી હતી. જેમાં નારેશ્વર પોલીસ ચોકીના જમાદાર ઘટના સ્થળે આવીને મરનાર યુવકની લાશને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ યુવકની લાશને તેના વતન મનકારી તા. મોહનગઢ અમેઠી ઉત્તરપ્રદેશ લઈ જવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...