તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ખેરડા ગામમાં સુજલામ સુફલામ યોજના હેઠળ પીળી માટીનું કૌભાંડ

કરજણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કરજણ તાલુકાના ખેરડા ગામે સુજલામ સુફલામ યોજના હેઠળ માટીનું કૌભાંડ થતા ગ્રામ પંચાયતના સભ્યો એજ તપાસ માટે અરજી કરી હતી. - Divya Bhaskar
કરજણ તાલુકાના ખેરડા ગામે સુજલામ સુફલામ યોજના હેઠળ માટીનું કૌભાંડ થતા ગ્રામ પંચાયતના સભ્યો એજ તપાસ માટે અરજી કરી હતી.
  • ગ્રામ પંચાયતના બે સભ્યો દ્વારા યોગ્ય તપાસ માટે TDOને આવેદન
  • કાંસની સફાઈના બહાને પીળી માટીનું કૌભાડ આચરાયું હોવાનો સભ્યોનો આક્ષેપ

કરજણ તાલુકાના ખેરડા ગામે સુજલામ સુફલામ યોજના હેઠળ ગામના કાંસની સફાઈની આડમાં પીળી માટીનું કૌભાંડ આચરવામાં આવતા ખેરડા ગ્રામ પંચાયતના બે સભ્યો દ્વારા પીળી માટીનીના કૌભાંડની યોગ્ય તપાસ માટે કરજણ તાલુકા વિકાસ અધીકારી, જિલ્લા કલેકટર તેમજ ખાનખનીજ ખાતાને રજૂઆત કરવામાં આવેલ છે. જ્યારે આગઉ પણ પીળી માટીનું વેચાણ કરવામાં આવેલ હતું. એની હજુ તપાસ કરવામાં આવી નથી.

ત્યાંતો ફરી કાંસની સફાઈના બહાને પીળી માટીનું કૌભાંડ આચરવામાં આવેલ હોવાનો સભ્યોએ આક્ષેપ લગાવેલ છે. કરજણ તાલુકાના ખેરડા ગામના તળાવમાંથી બે વર્ષથી આસરે 2000 ડમ્પર 20થી 25 લાખ રૂપીયાની આગઉ પીળી માટી વેચવામાં આવી હતી. હજુ એની તપાસ બાકી છે. ત્યારે હાલમા સરકારની સૂભલામ સુફલામ યોજના હેઠળ કાંસની સફાઈના બહાના હેઠળ 8થી 10 લાખ રૂપીયાની માટી વેચવામાં આવેલ છે.

પીળી માટીના ખોદકામને લઈને આજુ બાજુના ખેતરોમાં ધોવાણ થવાની સંભવના છે. આમ ખેરડા ગ્રામ પંચાયતના બે સભ્યો પટેલ અબ્દુલઅજીજ જેસંગભાઈ અને પરમાર તમીમાંબેન વારીસભાઈ આમ બંન્ને સભ્યોએ ગ્રામ પંચાયત દ્વારા પીળી માટીના કૌભાંડના આક્ષેપ સાથે આની યોગ્ય તપાસ થવા માટે કરજણ તાલુકા વિકાસ અધીકારી અને જિલ્લા કલેકટર તેમજ ખાન ખનીજ ખાતમાં લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...