તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિશાદર્શક બોર્ડમાં ગરબડ:કરજણથી પોઈચા હાઈવે પર કુરાલી-વેમાર વચ્ચેના ગામો દર્શાવતું ખોટું બોર્ડ

કરજણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કુરલી અને વેમાર ગામ વચ્ચે સ્ટેટ હાઈવે દ્વારા ગામો દર્શાવતું સાઇન બોર્ડ ખોટુ મૂકવામાં આવ્યું છે. જ્યા બીજો કોઈ રોડ નથી ત્યા શોનેર અને પોર, વડોદરાના એરા દર્શાવવામાં આવ્યા છે. - Divya Bhaskar
કુરલી અને વેમાર ગામ વચ્ચે સ્ટેટ હાઈવે દ્વારા ગામો દર્શાવતું સાઇન બોર્ડ ખોટુ મૂકવામાં આવ્યું છે. જ્યા બીજો કોઈ રોડ નથી ત્યા શોનેર અને પોર, વડોદરાના એરા દર્શાવવામાં આવ્યા છે.
 • ખોટા બોર્ડને કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો
 • બંને ગામ વચ્ચે એક જ રોડ હોવા છતાં ગામો દર્શાવતું બોર્ડ મરાયું છે

કરજણ ધાવટ ચોકડીથી સાધલી થઈ સેગાવાથી પોઇચા બ્રિજને જોડાતા સ્ટેટ હાઈવે પર કરજણ તાલુકાના કુરાલી અને વેમાર ગામ વચ્યે ગામડાઓ દર્શાવતું ખોટુ બોર્ડ લગાવામાં આવેલ છે. જ્યાં રોડ સીધો છે. આજુ બાજુમા કોઈ રોડ નથી. તો પણા ડાબી બાજુ કાયાવહરણ, પોર અને વડોદરાનો એરો જ્યારે જમણી બાજુ શિનોરનો એરો મારેલ છે. જેથી વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. આમ સ્ટેટ હાઈવેની બેદરકારીનો ભોગ વાહન ચાલકોને બનવું પડે છે.

કરજણથી સાધલી અને સેગવા થઈને પોઇચા રાજપીપળા ને જોડતા સ્ટેટ આવેલ છે. અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનીટી સુધીને રોડ છે. જેમા રાજપીપળા પોઇચા અને સ્ટેચ્યુ ઓફ યુનીટી સુધીને વાહન વ્યવહાર ચાલે છે. જેમા કરજણ તાલુકાના કુરાલીથી વેમાર ગામ વચ્યે સ્ટેટ હાઈવેની બેદરકારીનો નમૂનો જોવા મળી રહ્યો છે. બંન્ને ગામ વચ્યેથી એક જ રોડ છે. આજુ બાજુમાં બીજો કોઇ રોડ નથી છતા પણ ત્યા સ્ટેટ હાઈવે દ્વારા ગામો દર્શાવતું બોર્ડ મારેલ છે. જેમાં જમણી બાજુ પોર, કાયાવરોહણ, અને વડોદરા જ્યારે ડાબીબાજુ શિનોર જવાનો એરો મારેલ છે. જ્યારે જમણી અને ડાબી બાજુ વેમાર અને કુરાલી ગામના ખેડૂતોના ખેતરો આવેલ છે. આમ ખોટા રીતે ગામો દર્શાવતા બોર્ડથી વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. આમ સ્ટેટ હાઈવેની બેદરકારીનો ભોગ વાહન ચાલકોને બનવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો