આદેશ:ચેક રિટર્ન કેસમાં કરજણ કોર્ટ દ્વારા મહિલાને 2 વર્ષની સજા

કરજણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉછીના આપેલા નાણાં સામે આપેલો ચેક રિટર્ન થયો

કરજણ નવાબજાર વિસ્તારમાં રહેતા ઇસમે મિત્રતાની ભાવનાથી એક મહિલાને હાથ ઉછીના 50000 રૂપિયા આપેલા હતા. જે સમય મર્યાદામાં પરત ના કરતા અને મહિલાએ ચેક આપતા ચેક બેંકમાં નાખતા રિટર્ન થતા કોર્ટમાં મહિલા સામે કેસ દાખલ કરાવતાં કરજણ ના.કોર્ટે મહિલાને 2 વર્ષની સાદી કેદ ફટકારતો હુકમ કર્યો છે.

કરજણમાં રહેતા હસમુખ મીસ્ત્રીએ સ્વીટીબેન પંકજભાઈ પટેલને ઉછીના ~50000 આપેલા હતા. જેમાં સમય મર્યાદામાં સ્વીટીબેને પંકજભાઈને પરત ન આપતા સ્વીટીબેને પંકજભાઈ પટેલ આપેલ 50000નો ચેક રિટર્ન થતા હસમુખભાઈ મીસ્ત્રીએ કરજણ કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા હસમુખભાઈ મીસ્ત્રીના વકીલ એફ.આઈ. સિંધીની દલીલોને ગ્રહ્યા રાખીને કરજણ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે સ્વીટીબેન પટેલને 2 વર્ષની સાદી કેદ અને હાથ ઉછીના 50000 પરત કરવાનો હુકમ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...