પાણીની ટાંકીનું સમાર કામ:અક્ષરધારા વારીગૃહમાંથી 6 દિવસ પાણી નહીં અપાય

કરજણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાંકીના સમાર કામના કારણે પાણી નહીં અપાય
  • કરજણ પાલીકા દ્વારા 23 ટેન્કરો દ્વારા પાણી અપાશે

કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ અક્ષરધારા વારીગૃહમાંથી પાણી પુરવઠો આપવમાં આવે છે. એ વિસ્તારના રહીશોને શનીવાર સવાર બાદ 6 દિવસ સુધીને પાણીપુરવઠો આપવમાં આવશે નહીં. અક્ષરધાર પાણીની ટાંકીનું સમાર કામ હોવાથી 6 દિવસ આ વિસ્તારના રહીશોને પાણી પુરવઠો બંધ રહેશે.

નગર પાલીકા દ્વારા આ વિસ્તારમાં પાણીની તંગીને પહોંચી વાળવા માટે 23 પાણીના ટેન્કરો દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે. જેમાં વોર્ડ નંબર 2 અને 3 બન્ને આખા વોર્ડ અને 4 અને 6 નંબરના અડધા વોર્ડ આમ અંદાજીત 15 હાજર લોકો પ્રભાવીત થશે. જેને ટેન્કરો દ્વારા પાણી પુરૂ પાડવામાં આવશે.

કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ અક્ષર ધારા વારિગૃહની પાણીની ટાંકીનું સમારકામ કરવાનું હોવાથી શનિવારે સવારે પાણી પુરવઠો આપ્યા બાદ કરજણ નગર પાલિકા દ્વારા 6 દિવસ માટે પાણી પુરવઠો આપવામાં આવશે નહીં. સમારકામ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ તમામ વિસ્તારોને પાણી પુરવઠો આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...