કરજણ તાલુકાના બામણ ગામ ખાતે પટેલ ફળિયામાં રહેતા જીતેન્દ્રભાઈ પટેલના મકાનના રિનોવેશનની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપેલો હોઇ કોન્ટ્રાક્ટના માણસો કામગીરી કરતા હતા. ત્યારે મંગળવારે બપોર બાદ અચાનક દીવાલ ધરાશાયી થવાથી એક સાથે ત્રણ શ્રમિકો દીવાલ નીચે દબાઈ ગયા હતા.
જેની જાણ કરજણ નગર પાલિકાના ફાયર બ્રિગેડને કરતાં કરજણ ફાયર બ્રિગેડના જવાનો તેમજ બામણગામના સ્થાનિક રહીશો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દીવાલ નીચે દબાઈ જવાથી 35 વર્ષના રાજુભાઈ નાયક (રહે. પાધરી, તાલુકો ઘોઘંબા, જિલ્લો પંચમહાલ)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બે શ્રમિકો દીપસિંહ બારીયા અને ચીમન રાઠવાને ઇજા થવાથી સારવાર માટે ખસેડ્યા હતા. જોકે દીવાલ નજીક રમતા બે વર્ષના બાળકનો અદભૂત બચાવ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.