આંદોલનનો સુખદ અંત:કરજણ નગર અને તાલુકાના લોકોના વાહનોને ટોલટેક્ષમાંથી માફી અપાઈ

કરજણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યની મધ્યસ્થીથી ટોલ ફ્રી આંદોલનનો સુખદ અંત

કરજણ નગર અને તાલુકાના વાહનચાલકોને ટોલ માફીની માગણી સાથેનું અલ્ટિમેટમ સ્થાનિકો દ્વારા આપવામાં આવ્યું હતું. સોમવારના રોજ ફરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ હતી. જોકે કરજણ ટોલનાકા અને જાગૃત નાગરિક આંદોલનકારીઓ સાથે કરજણ ધારાસભ્યની મધ્યસ્થીથી આ માંગણીઓ સ્વીકારી લેતાં આંદોલનનો સુખદ અંત આવ્યો છે. કરજણ બજારમાં ફટકડી ફોડી મીઠાઈ વહેંચી આંદોલનકારીઓએ ધારાસભ્ય નો આભાર માન્યો હતો.

અતિ વરસાદથી નેશનલ હાઇવે 48 પર કરજણથી વડોદરા વચ્ચેના બ્રીજ પર ઠેર ઠેર ખાડા પડી જવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. જેને લઇને કલાકો સુધી ટ્રાફિકજામ રહેતો હતો. આ સંદર્ભે કરજણના જાગૃત નાગરિકો દ્વારા ટૂંક સમયમાં વડોદરા કરજણ વચ્ચે પડેલા ખાડાઓનું સમારકામ કરીને ટ્રાફિક નિયમન કરવામાં આવે તેમ જ નગર અને તાલુકાના વાહનચાલકોને ટોલ ફ્રી કરવામાં આવે તેવી માંગણીઓ સાથે આવેદનપત્ર આપી એક અઠવાડિયાનું અલ્ટિમેટમ અપાયું હતું. સોમવારે આ અલ્ટિમેટમનો સમય પૂરો થતો હતો. ત્યારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા આંદોલનકારીઓ અને ટોલનાકા વચ્ચે મધ્યસ્થી થઈને કરજણ નગર અને તાલુકાની જનતાના વાહનોને ટોલટેક્ષમાંથી માફી અપાવી હતી.

અન્ય સમાચારો પણ છે...