હાલાકી:ગ્રામ્ય કક્ષાએ 18થી 44 વર્ષ માટે વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલતો નહીં હોવાથી વડોદરાનો ધક્કો

કરજણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કરજણ તાલુકાના યુવાનોને વડોદરા જઈને રસી મૂકાવવાનો વારો

ઓક્સિજન હોય કે પછી કોરોનાની રસી હોય એ તમામની પ્રાથમિકતા શહેરીજનોને આપવામાં આવે છે. જ્યારે ગામડાના લોકોને એનો લાભ મોડો આપવામાં આવે છે. જેમાં હાલમા સરકાર દ્વારા 18થી 44 વર્ષના તમામને કોરોનાની રસી મૂકવામાં આવી રહી છે. જે સારી માત્રા શહેરીજનોને આપવામાં આવે છે. જ્યારે ગામડામાં હાલમાં માત્ર 45થી ઉપરના લોકોને રસી આપવામાં આવે છે. 18થી 44 વર્ષના લોકો માટે ગામડામાં રસીકરણનો પોગ્રામ શરૂ કરવામાં આવ્યો નથી. જેથી કરજણ નગર અને તાલુકાના યુવાનો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને વડોદરા ખાતે જઈને રસી મુકાવવાનો વારો આવ્યો છે.

સરકાર જાણે ગામડાઓ સાથે ઓરમાયું વર્તન કરતી હોય એમાં ગામડાના લોકો અનુભવી રહ્યા છે. જ્યારે કોરોનાની મહામારી ચાલતી હતી. ત્યારે પણ વડોદરા જિલ્લાના ગામડાઓની હોસ્પિટલોમાં ઓક્સિજન આપવાનું બંધ કર્યું અને વડોદરા શહેરની હોસ્પિટલોને ઓક્સિજન આપવામાં આવતું હતું. પંરતુ વડોદરા જિલ્લાના ધારાસભ્યોની રજૂઆતના પગલે વડોદરા જિલ્લાના ગામડાઓની હોસ્પિટલોમાં ઓક્સિજન આપવામાં આવ્યો છે. જ્યારે હાલમાં સરકારે 18થી 44 વર્ષના લોકોને પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જેમાં હાલમા માત્ર શહેરમાં જ 18થી 44 વર્ષના લોકોને રસી આપવાનો પોગ્રામ ચાલે છે.

જ્યારે ગ્રામ્ય કક્ષાએ તો માત્ર 45 વર્ષ મોટી ઉંમરના લોકોને જ રસી મૂકવામાં આવે છે. 18થી 44 વર્ષના યુવાનો માટે રસીકરણનો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો નથી. જેથી કરજણ નગર અને તાલુકાના યુવાનો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને વડોદરા શહેરમાં જઈને રસી મુકાવવાનો વારો આવ્યો છે. આ રીતે કરજણ તાલુકામાંથી 18થી 44 વર્ષના અનેક યુવાનો વડોદરા જઈને કોરોનાની રસી મુકાવી આવ્યા છે. જેથી ગામડાઓમાં જ્યારે 18થી 44 વર્ષના યુવાનો માટે રસીકરણ ક્યારે શરૂ થશે?

ગામડાઓ સાથે ઓરમાયું વર્તન જોવા મળે છે
ગામડાંના લોકો માટે 18થી 44 વર્ષના લોકોને રસીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો નથી. જ્યારે ગામડાઓમાં માત્ર 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ કરવામાં આવે છે. કરજણમાં હાલ આ જ પ્રશ્ન ચર્ચાને સ્થાને છે કે શહેરોમાં 18થી 44 વર્ષના લોકોને રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો ગામડાંના લોકો માટે કેમ નહીં? આ રીતે ગામડાની જનતા સાથે ઓરમાયું વર્તન રખાતું હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...