વડોદરા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન મોટામાં મોટી સહકારી સંસ્થા વડોદરા સુગર ફેક્ટરી છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં હતી. જેને લઇને ખેડૂતોની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ એન.આર.આઈ ડોક્ટર કિરણભાઈ પટેલ દ્વારા આર્થિક મદદ કરીને વડોદરા સુગર ફેક્ટરી ધમધમતી કરવાના હેતુ થી વડોદરા સુગર નવું કસ્ટોડિયન બોર્ડ મૂકવામાં આવ્યું હતું.
જેમાં વડોદરા સુગર ની સાફ સફાઈ પૂર્ણ થયા બાદ હવે મશીનરીનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ પૂજાવિધિ કર્યા બાદ મશીનરીને મેન્ટેનન્સ શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા સુગર હવે શેરડી પિલાણ માટે ધમધમતી થવાના એંધાણ થી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં પડેલી વડોદરા જિલ્લાની વડોદરા સુગર ફેક્ટરીને લઈને ખેડૂતો અને મજુરોના 25 કરોડ ફસાયા હતા. જેમાં સરકાર દ્વારા વડોદરા સુગર અને 25 કરોડ આપતા ખેડૂતોને અને મજુરોના રૂપિયા ચૂકવાયા હતા. હવે કેવું વડોદરા સુગર અને ફરી ધમધમતી કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા.
જેને લઈને મોટાફોફળીયા ના વતની NRI ડોક્ટર કિરણ પટેલ વડોદરા સુગર અને ફરી ધમધમતી કરવા આર્થિક સહયોગ આપતા ગુજરાત સરકાર દ્વારા જીતુભાઈ પટેલ સહિતનાઓની કસ્ટોડિયન તરીકે નીમણુંક કરવામાં આવી હતી. જેમાં વડોદરા સુગર ફેક્ટરી માં સાફ સફાઈ પૂર્ણ થયા બાદ ગુરુવારે સાંજે સુગર ફેક્ટરીમાં પૂજા વિધિ કરાવી ને મશીનરીના મેન્ટેનન્સ ની કામગીરી હાથ ધરાઈ હતી. જેમા NRI ડો કિરણભાઈ પટેલ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ સુગર ના ચેરમેન જીતુભાઈ પટેલ ડીરેક્ટોરો. કૌશિકભાઈ પટેલ યોગેન્દ્રસિંહ મહારૉઉલ , સચીનભાઈ પટેલ દ્વારા પૂજવા કરવામાં આવી હતી જેમાં વડોદરા સુગર ના સ્થાપક જગદીશભાઈ પટેલ અને અન્ય ખેડૂતો પણ હાજર રહ્યા હતા.
આમ હવે વડોદરા સુગર શેરડી પિલાણ માટે ધમધમતી થશે જેને લઈને કરજણ શિનોર ડભોઈ પાદરા અને આમોદ તાલુકા ખેડૂતો માં ખુસીનો માહોલ છવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.