કાર્યક્રમ:કરજણમાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા બજાર પટેલ ચેમ્બર ચોકડી પર ધારાસભ્યના હસ્તે કરાયું અનાવરણ

કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ પટેલ ચેમ્બર ચોકડી ખાતે કરજણ નગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપની મોટી પ્રતિમા મૂકવામાં આવી છે. જે પ્રતિમાની કામગીરી પૂર્ણ થતા શનિવારે કરજણ નગરપાલિકાના દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાની અનાવરણ વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ અનાવરણ વિધિમાં કરજણ, શિનોર, પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી. જેમાં કરજણ નગરપાલિકાના પ્રમુખ મીનાબા ચાવડા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ તેમજ કારોબારી ચેરમેન ટીપી ચેરમેન તથા નગરપાલિકાના સભ્યો ચીફ ઓફિસર તેમજ કરજણ નગરપાલિકાનો સ્ટાફ તેમજ નાનાપંચ અને લોક ભાગીદારીથી પ્રતિમાન મૂકવામાં આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...