વરણી:કરજણ APMCના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી

કરજણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવા પ્રમુખ સતીષભાઈ પટેલ, ઉપ પ્રમુખ આનંદભાઈ શાહ
  • જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયાનું આયોજન

કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઇ હતી. જેમાં બુધવારે બીજા અઢી વર્ષ માટે પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં બુધવારે બજાર સમિતીમાં જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં યોજાઇ હતી. જેમાં પ્રમુખ પદ માટે સતીષભાઈ પટેલ, માજી ધારાસભ્ય અને વડોદરા સુગરના માજી ચેરમેનની તેમજ ઉપપ્રમુખ પદ માટે આનંદભાઈ શાહની બિનહરીફ વરણી થઇ હતી. આમ પ્રમુખ, ઉપ પ્રમુખ માટે અન્ય કોઈ ફોર્મ ના ભરાતા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...