છેતરપિંડી:ચોરંદાના યુવકને પોલેન્ડના વિઝા આપવાના બહાને અમદાવાદના ઈસમ દ્વારા રૂા. 2.42 લાખની છેતરપિંડી

કરજણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવક પાસેથી ફોન પે એપ દ્વારા રૂા. 2,78,890 જમા કરાવ્યા હતા, કામ ન થતાં 36000 રૂપિયા પરત કર્યા અને અન્ય રકમના ત્રણ ચેક આપતાં ચેક રિટર્ન થયા હતા
  • બી પ્રોફેશનલ વિઝા કન્સલ્ટન્ટના હિરેન પ્રજાપતિ સામે કરજણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

કરજણ તાલુકાના ચોરંદા ગામના યુવકને ફેસબુકના માધ્યમથી અમદાવાદની બી પ્રોફેશનલ વિઝા કન્સલ્ટન્ટના હિરેનભાઈ ભુપેન્દ્રભાઈ પ્રજાપતિનો સંપર્ક થયેલો. પોલેંડની વર્ક પરમિટ માટે ચર્ચા થયેલ હતી. જેમાં 4 લાખ રૂપીયા ખર્ચ થાયનું જણાવ્યું હતું. એમા 50000 પહેલા આપવાંના અને બીજી રકમ પછી આપવાની રેહેશેનું જણાવ્યું હતું. પરંતુ હિરેન પ્રજાપતીએ કામ વહેલૂ કરવાન બહાને બીજા રૂપીયા માંગતા યુવકે તબક્કાવાર 2,79,890 ફોન પે દ્વારા જમા કારવેલ હતા. સમય જતા કામ ના થતા કોરોનાના કારણે વિલંબ થાય છેનું જણાવ્યું હતું.

આમ સમય જતા ફરી તપાસ કરતા જણાવેલ છે. પોલેન્ડ નહીં પણ માલ્ટા (યુરોપ) ખાતે મોકલી આપું એમ જણાવતા યુવકે માલ્ટા નથી જવું, મારા રૂપીયા પરત આપોનું જણાવ્યું હતું. ટુકડે ટુકડે 36000 રૂપીયા ફોન પે દ્વારા પરત કર્યા હતા. જ્યારે અન્ય રકમના તબક્કાવાર ત્રણ ચેકો આપેલ જે ચેકો રિટર્ન થતા હિરેનભાઈ ભૂપેન્દ્રભાઈ પ્રજાપતીએ ચોરંદા ગામના યુવક સાથે 242890ની છેતરપીંડી કરતા કરજણ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે.કરજણ તાલુકાના ચોરંદા ગામના રાકેશભાઈ ગીરીશભાઈ માછીનો સંપર્ક ફેસબુકના માધ્યમથી અમદાવાદના બી પ્રોફેશનલ વિઝા કન્સલ્ટન્ટના હિરેનભાઈ ભૂપેન્દ્રભાઈ પ્રજાપતી નામના ઈસમ સાથે થઈ હતો.

જેમાં પોલેન્ડ વર્ક પરમીટ માટે સંપર્ક થયેલ હતો. જેમાં હિરેને 4 લાખ રૂપીયાનો ખર્ચ કહેલ હતું. જેમા 50000 રૂપીયા પહેલા આપવાંના, બીજા પછી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાદમાં હિરેન પ્રજાપતિ કામ વહેલું પતાવવા માટે અન્ય રૂપીયાની માંગણી કરતા ફોન પે દ્વારા તબક્કાવાર 279890 રૂપિયા રાકેશ માછીએ આપેલ હતું. જેમાં સમય પૂર્ણ થતા કામ ના થતા હિરેન પ્રજાપતીને પૂછતા જણાવેલ કે કોરોનાના કારણે મોડું થયું છે. છતા પણ વિઝાનું કામ ના થતા હિરેનભાઈ પ્રજાપતીને પૂછતા તેણે જણાવેલ કે પોલેન્ડ નહીં પણ માલ્ટા (યુરોપ) ખાતે મોકલી આપું.

આમ કહેતા રાકેશ માછીએ રૂપીયા પરત માંગતા ટુકડે ટુકડે 36000 ઓનલાઈન દ્વારા પરત કરેલ હતા. બીજા રૂપિયાના અલગ અલગ ચેક આપ્યા હતા. જે ચેક બેંકમાં નાખતા ચેક રિટર્ન થયા હતા. જ્યારે રૂપિયાની માંગણી કરતા ખોટા ખોટા વાયદાઓ કરી રૂપીયા ન આપી છેતરપીંડી કરતા રાકેશ માછીએ કરજણ પોલીસ સ્ટેશનમાં હિરેનભાઈ ભૂપેન્દ્રભાઈ પ્રજાપતી રહે. એફ 801, ધી મીંડાઉસ શાંતીગ્રાન્ટ ટાઉનશીપ, એસ જી હાઈવે, ખોડિયાર અમદાવાદ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...