તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કરજણ પાસે જેસીબી મશીન રીવર્સ લેતી વખતે બે કામદારો અડફેટે આવતાં મોત

કરજણ6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માનપુર સુરવાડા વચ્ચે એક્સપ્રેસ હાઇવેની કામગીરી ચાલી રહી હતી
 • જેસીબી ચાલક સામે ગુનો નોંધી બંને મૃતકનું પાદરા પીએમ કરાયું

કરજણ તાલુકામાંથી એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે જેની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં માનપુર સુરવાડા ગામ વચ્ચે મળસ્કે JCB મશીનથી કામ ચાલતું હતું. ત્યારે JCB ચાલકે મશીન રીવર્સ લેતાં પાછળ કામ કરતા બે કામદારો JCB મશીનની અડફેટમાં આવી ગયા હતા. જેમાં બંનેને ગંભીર ઇજાઓ થતાં તેઓનું મોત નીપજ્યું હતું. પોલીસે JCB ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કરજણ તાલુકામાંથી પસાર થતો એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે અને હાલમાં તેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

ત્યારે તાલુકાના માનપુર સુરવાડા ગામ વચ્ચે તારીખ 12ના રોજ મળસ્કે 3/30 કલાકે JCB મશીનથી કામગીરી ચાલતી હતી. દરમિયાન JCB ના ચાલકે મશીન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતાં JCB ની પાછળ કામ કરતા બે કામદારો વિશાલ જગદીશભાઈ જાટપ ઉવ 20 અને રામવીર સુખલાલ જાટપ ઉવ 24 (બંને હાલ રહે પીક્યુસી પ્લાન્ટ કેમ્પસ વીરપુર તા પાદરા મૂળ રહે.કરેલી તા.નંદવઈ જી.ભરતપૂર રાજસ્થાન) JCBના પાછળના વ્હીલમાં આવી ગયા હતા. જેમાં બંનેને ગંભીર ઇજાઓ થતાં તેઓના મોત નિપજ્યા હતા. કરજણ પોલીસે JCB ચાલક સામે ગુનો નોંધી બંનેનું પાદરા પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો