તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વલણમાં કાર અને પાયલોટિંગ કરતી બાઈક સાથે બે ઝડપાયા

કરજણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેથાણથી કરેણા તરફ કારમાં વિદેશી દારૂ ભરી લઈ જવાતો હતો
  • વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2.04 લાખનો મુદ્દામાલ જપ્ત

કરજણ તાલુકાની વલણ ગામની કેનલ પર દેથાણથી કરેણા તરફ એક કારમાં વિદેશી દારૂ ભરીને જતી હોય તેમજ કારનું એક બાઈક ચાલક પાયલોટીંગ કરતો હતો. પોલીસે કાર અને બાઈકને કોર્ડન કરી સાઇડમાં ઉભી રાખવી તપાસ કરતા કારમાં વિદેશી દારૂની બોટલ નંગ 288 કિંમત 28800 ઇન્ડીકા કાર કિંમત 150000, એક બાઈક 25000, બે નંગ મોબાઇલ કિંમત 1000 આમ કુલ મળીને 204800ના મુદ્દામાલ સાથે પાયલોટીંગ કરતો બાઈક ચાલક અને કાર ચાલક આમ બન્ને ઇસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કર્યવાહી હાથ ધરેલ છે.

કરજણ તાલુકાના વલણ ગામની કેનલ પર દેથાણ ગામથી કરેણા ગામ તરફ એક ઇન્ડિકા કાર નંબર જી જે 16 એ એ 6184ની આગળ એક નંબર વગરની બાઈક પાઈલૉટીંગ કરતી હતી. પોલીસે બાઈક અને કારને કોર્ડન કરી સાઇડમાં લઈ કારની તલાશી લેતા કારમાં વિદેશી દારૂની બોટલો 288 નંગ તેમજ ઇન્ડિકા કાર કિંમત 150000, એક બાઈક કિંમત 25000, બે નંગ મોબાઇલ 1000. આમ મળીને કુલ 204800ના મુદ્દામાલ સાથે કારમાં વિદેશી દારૂ લઈને જતો સતીષભાઈ રાવજીભાઈ વસાવા રહે દાડા તા આમોદ જી ભરૂચ તેમજ બાઈક લઈને પાયલોટીંગ કરાતો આસીફખાન ઐયુબખન પઠાણ રહે દાડા તા .આમોદ જિ. ભરૂચ નાઓની ધડપકડ કરી કાયદેસરની કર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...