અકસ્માત:ટ્રક ચાલકે અડફેટમાં લેતા સાંસરોદના યુવાનનું મોત

કરજણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંતરોડની સીમમાં પેટ્રોલ પંપ પાસે બની ઘટના
  • પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી કાર્યવાહી કરી

સાંસરોદ ગામની નવીનગરીમાં રહેતો હરેશભાઈ વજીરભાઈ વસાવા નામનો યુવક સાંસરોદ ગામની સીમમાં આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે ઊભો હતો. ત્યારે એક ટ્રક નંબર એચ આર 67 સી 1277 ચાલકે પોતાના કબજાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રોડની બાજુમાં ઉભેલા હરેશભાઈ વસાવાને અકસ્માત કરતા તેને માથાના અને બંને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા હરેશભાઈ વજીરભાઈ વસાવા ઉ.વ. 24નું સ્થળે જ મોત નીપજયું હતું. જેમાં કરજણ પોલીસે ટ્રક ચાલક લખબિનદરસીંગ મંગલસીંગ શીખ રહે. લક્ષ્મણઘડ અરવલ રાજસ્થાનની ધરપકડ કરી અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...