ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો:કરજણના 4 ગામોમાં હજારો વીઘા જમીનમાં પાણી ભરાયા

કરજણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કરજણ તાલુકામાંથી પસાર થતા બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે અને રેલવે કોરિડોરના લીધે ખેડૂતોની હજારો વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાઇ જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. - Divya Bhaskar
કરજણ તાલુકામાંથી પસાર થતા બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે અને રેલવે કોરિડોરના લીધે ખેડૂતોની હજારો વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાઇ જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
  • સરકારના 3 પ્રોજેક્ટને લઇ વરસાદી પાણીનો નિકાલ થતો નથી
  • ખેતરોમાં પાણી ભરાઇ રહેતાં સરોવર જેવા દૃશ્યો સર્જાયા

કરજણ તાલુકામાંથી એક સાથે સરકારના ત્રણ મોટા પ્રોજેક્ટ પસાર થાય છે. જેમાં બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઇવે અને રેલવે કોરિડોર. આમ આ ત્રણેય પ્રોજેક્ટ માટીપુરાણ કરવાના લીધે ત્રણેય પ્રોજેક્ટની આજુબાજુ આવેલા વરસાદી પાણીના નેચરલ રસ્તાઓ બંધ થઈ જવાથી ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ જવાથી હાલમાં ત્રણેય પ્રોજેક્ટની આજુબાજુમાં આવેલા હાંદોદ કણભા બોડકા અને કંબોલા ગામની હજારો વીંગા જમીનમાં વરસાદી પાણીનો નિકાલ ન થવાથી સારોવર થઈ જવા પામ્યા છે.

કરજણ તાલુકાના પશ્ચિમી ભાગમાંથી કેન્દ્ર સરકારના ત્રણ મોટા પ્રોજેક્ટ રેલવે કોરિડોર એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન પસાર થાય છે. જેને લઇને ત્રણેય પ્રોજેક્ટમાં માટીપુરાણ કરવાથી તેમજ ત્રણેય પ્રોજેક્ટ નાખતી વખતેવરસાદી પાણીના નીકાલના નેચરલ રસ્તાઓ બંધ થઈ જવાથી હાલમાં વરસાદ પડવાથી પ્રોજેક્ટની આજુબાજુમાં આવેલી ખેડૂતોની જમીનોમાં વરસાદી પાણી ભરાઇ જવાથી સરોવર સમા ખેતરો થઈ જવા પામ્યા છે. જેમાં ખાસ કરીને હાડોદ, કણભા, બોળકા અને કંબોલા ગામની હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઇ જવા પામી છે. આમ ખેડૂતોને વરસાદી પાણીનો નિકાલ ન થવાથી ખેતીમાં વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ બાબતે રજૂઆત કરવા છતાં પ્રોજેક્ટ મેનેજર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બાબતે ખેડૂતોએ આજરોજ સ્થળ પર ધારાસભ્ય અક્ષય પટેલને બોલાવીને રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા પ્રોજેક્ટ મેનેજર રજૂઆત કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...