તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ધારાસભ્ય સહિત 11ના નામ લખીને ગુમ યુવકનો પતો નથી

વડોદરા- કરજણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હિતેશ વાળંદ - Divya Bhaskar
હિતેશ વાળંદ
  • પોલીસની નર્મદા કિનારા સહિતના તમામ વિસ્તારોમાં શોધખોળ યુવકે લખેલી ચિઠ્ઠીમાં નાણા મામલેે હેરાનગતિ કરાયાનો આક્ષેપ

કરજણના લીલોડ ગામનો યુવાન ધારાસભ્ય સહિત 11 લોકોના નામ લખેલી ચિઠ્ઠી લખીને રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. કરજણ પોલીસે યુવકની પત્નીની અરજી મેળવીને યુવકની શોધખોળ શરુ કરી હતી પણ બુધવારે પણ તેનો કોઇ પતો મળી શકયો ન હતો. લીલોડ ના ઉષાબેન નરેન્દ્રભાઇ વાળંદે કરજણ પોલીસને રજુઆત કરી હતી કે તેમના પતિ હિતેશ છેલ્લા 3 વર્ષથી નારેશ્વર ચોકડી પર ઇલેકટ્રીકની દુકાન અને લીલોડ ટર્નીંગ ખાતે ફર્નીચરની દુકાન ધરાવે છે.

ગત 15 તારીખે સવારે 8 વાગે તેમના પતિ ફર્નીચરની દુકાને ગયા હતા અને બપોરે ઘેર જમવા આવ્યા બાદ બપોરે એક્ટીવા લઇને ફરી દુકાને જવા નિકળ્યા હતા. તે વખતે તેમના પતિ ટેન્શનમાં હોવાનું તેમને લાગતાં તેઓ બપોરે દુકાને ગયા હતા પણ તે વખતે તેમના પતિ હિતેશ દુકાને હતો નહીં. જેથી તેમણે હિતેશના બે મોબાઇલ ફોન પર ફોન કરતાં બંને ફોન સ્વીચ ઓફ આવ્યા હતા.

જેથી તેમણે પતિની શોધખોળ કરી હતી. ત્યારબાદ તપાસમાં તેમના પતિની એકટિવા લીલોડની નર્મદા કિનારાના ઘાટ પાસે પડેલી મળી આવી હતી. પોલીસે ગુમ થયેલા હિતેશ નરેન્દ્રભાઇ વાળંદ (ઉ.42)ની શોધખોળ શરુ કરી હતી પણ બુધવારે પણ તેમનો કોઇ પતો મળી શકયો ન હતો.

ચિઠ્ઠીમાં નામ લખેલા લોકોએ આરોપ ફગાવ્યા
ફીકભાઈ નકુમ, મારૂં નાગજીભાઈ પટેલ, મોહસીનભાઈ અને ફૈઈઝુદિન સહિતના લોકોએ જણાવ્યું હતું કે તેમણે રૂપીયાની કોઈજ લેવડ દેવડ કરેલ નથી. અમારી પર આક્ષેપ લગાવ્યો છે કે અમે લોકો હિતેશની ગામમાં વાતો કરી ઇજ્જત બગાડી છે પણ અમે હિતેશ સાથે કોઈજ આર્થિક વ્યવહાર કરેલા નથી.

યુવકને શોધવો એ જ હાલ પ્રાથમિકતા
અમે ગુમ થયેલા યુવકની શોધખોળ કરતા હજુ કોઇ પતો મળ્યોનથી. વેપારમાં તે પૈસા ઉછીના લાવ્યો હોય તેવું જાણવા મળ્યું છે પણ અમારી પ્રાથમિકતા તેને શોધવાની છે. પછી આગળ તપાસ કરાશે. - એમ.એ.પટેલ, P.I., કરજણ

કિન્નાખોરીમાં ઉભું કરેલૂ તૂત છે
1 વર્ષથી હું હિતેશને મળ્યો નથી. નામ લખ્યું છે તે વાત હકીકત છે પણ અમારે કોઇ લેવા દેવા નથી. કોના કહેવાથી અમારું નામ લખવામાં આવ્યું છે એની યોગ્ય તપાસ થવા પોલીસને અરજી પણ આપી છે.- અક્ષય પટેલ, ધારાસભ્ય

અન્ય સમાચારો પણ છે...