દુર્ઘટના:ટ્રકમાં ચડવા જતા યુવક પર અન્ય ટ્રકના વ્હીલ ફરી વળતાં ઘટના સ્થળે જ મોત

કરજણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હલદરવા ગામે રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રકને અન્ય ટ્રકે ટક્કર મારી

કરજણ તાલુકાના હલદરવા ગામ પાસે બસ બસસ્ટેન્ડ નોકરી જતા યુવકે ટ્રકને હાથ કરતા ટ્રક રોડની બાજુમાં બસ સ્ટેન્ડ પાસે ઊભી હતી. ત્યારે યુવકના ચડવા જતો હતો. ત્યારે પાછળથી આવતા ટેન્કર ચાલકે પોતાનો ટેન્કર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ ઉભેલા ટ્રક રોડની બાજુમાં ટ્રક ઉતરી જવા પામી હતી. જ્યારે ટ્રકમાં ચડતો યુવકની ઉપર ટ્રકના પાછળના બે પૈડા ચડી જતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

કરજણ તાલુકાના હાથરવા ગામે પોતાના મોસાળમાં રહેતો ભરૂચ જિલ્લાના સેગવા ગામનો મૂળ વતની સુનિલ કાલીદાસભાઈ વસાવા ઉવ 24 શુક્રવારે સવારે ભરૂચ ખાતેની સોલર કંપનીમાં નોકરી કરવા જવા માટે હલદરવા ગામે નેશનલ હાઈવે 48 પર આવેલ બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો. ત્યારે એક ટ્રક નંબર જી જે 23 એ ટી 2181ને સુનીલે હાથ કરતા ટ્રક રોડનું બાજુમાં બસ સ્ટેન્ડ ટ્રક ઊભી રાખી હતી.

ત્યારે સુનિલ વસાવા ટ્રકમાં ચડવા જતો હતો. ત્યારે પાછળથી આવતા ટેન્કર નંબર કે એ 02 એ એફ 4874ના ચાલકે પોતાના કબજાનું ટેન્કર પૂર ઝડપે હંકારી આગળ ઉભેલ ટ્રકમાં ધડકા ભેર અથડાતા ટ્રેકને ધક્કો વાગતા ટ્રક રોડની બાજુમા ખાંડામાં ઉતરી જવા પામી હતી. જ્યારે ટ્રકમાં ચડતો સુનીલ વસાવા પડી જતા ટ્રકની પાછળના બે વીહીલ ચડી જતા સુનીલ કાલીદાસભાઈ વસાવાનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. જ્યારે કન્ટેનર ચાલક કન્ટેનર મુકીની ભાગી છૂટ્યો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...