કામગીરી:જામ્બુઆ, પોર અને બામણગામ બ્રિજ પર પડેલા ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાઈ

કરજણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરજણ ટોલનાકા દ્વારા કામગીરી હાથ ધરાતાં હવે ટ્રાફિક સમસ્યા હલ થશે

વડોદરાથી મુંબઈ સુધીના નેશનલ હાઇવે 48 ટ્રાફિકનું ભારણ વધારે હોવાથી તેમજ કરજણથી વડોદરા વચ્ચે જામ્બુઆ બ્રિજ, પોર બ્રિજ અને બામણગામ બ્રિજ પર ઠેર ઠેર ખાડા પડી જાય છે. જેને કારણે વાહન વ્યવહાર ધીમો ચાલતો હોય જેને લઈને કલાકો સુધી વાહન ચાલકોની લાઇનો લાગે છે. અને કલાકો સુધીને ટ્રાફિક જામ રહેતો હતો. જેમાં ટોલનાકા દ્વારા બ્રિજ પર પડેલા ખાડા પૂરીને ઉપર કાર્પેટની કામગીરી હાથ ધરવામાં આવતા હવે બે દિવસમાં કરજણ વડોદરા વચ્ચે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવી જશે.

વડોદરાથી મુંબઈ વચ્યે નેશનલ હાઈવે 48 પર વાહન વ્યવહાર વધુ રહે છે અને હાલમાં વધુ વરસાદને કારણે કરજણથી વડોદરા વચ્ચે આવેલા જામ્બુઆ બ્રિજ અને પોર બ્રિજ તેમજ બામણગામ બ્રિજ પર ઠેર ઠેર ખાડા પડી જવાને કારણે વાહન વ્યવહાર ધીમો ચાલતો હોય જેથી ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી અને કલાકો સુધી ટ્રાફિક રહેતો હતો. જેને લઇને વાહનચાલકો પરેશાન થઇ ગયા હતા.

પરંતુ વરસાદ બંધ રહેતા ઉઘાડ નીકળતા જ કરજણ ટોલનાકા દ્વારા તાત્કાલિક ધોરણે બ્રિજો પર પડેલા ખાડાનું સમારકામ હાથ ધરીને પેચ વર્ક કરતાં હવે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવી જશે. જ્યારે બીજી તરફ કરજણના જાગ્રુત નાગરીકોને પણ રોડ પર પડેલા ખાડાઓ પૂરવાની રજૂઆત કરાતા હવે કરજણ વડોદરા વચ્ચેની ટ્રાફિક સમસ્યા હાલ થશે.

અન્ય સમાચારો પણ છે...