કામગીરી પર સવાલો:સંભોઈમાં નાળાની દીવાલ ધરાશાયી

કરજણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્સપ્રેસ હાઈવેની પૂરજોશમાં ચાલતી કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા
  • ​​​​​​​દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઈવેની કામગીરી પૂર્ણતાને આરે છે ત્યારે જ ઘટના બની

દિલ્હીથી મુંબઇ જતાં એક્સપ્રેસ હાઈવેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે 160 કામગીરી પૂર્ણતાને આરે આવી રહી છે. હાલમાં પડેલા મુશળધાર વરસાદને લઈને કરજણ તાલુકાના સંભોઈ ગામ પાસે આવેલા નાળા પાસે એક્સપ્રેસ હાઈવેની દિવાલ પડવાથી માટી પુરાણ ધોવાઈ જવા પામ્યું હતું. નવા પ્રોજેક્ટમાં વરસાદના કારણે ધોવાણ થવા પામેલ છે.

દિલ્હીથી મુંબઇ વચ્ચેના એક્સપ્રેસ હાઈવેની ચાલતી કામગીરી પૂર્ણતાને આરે આવી રહી છે. ત્યારે હાલમાં પડેલા મુશળધાર વરસાદને લઈને કરજણ તાલુકાના સંભોઈ અને અભરા ગામ પાસે બનાવે બ્રિજની બાજુમાં માટી પુરાણ કરીને બ્લોક નાખીને દીવાલ બનાવી હતી. જે દીવાલ વરસાદના પાણીના કારણે ધરાશાયી થઇ જવા પામી હતી અને માટી પુરાણ ધોવાઈ જવા પામ્યું હતું .

આમ સરકારના નવા પ્રોજેક્ટ્સમાં પણ વરસાદે ધોવાણ કરી નાખતા સંભોઈ ગામ તરફના વાહન વ્યવહારને અસર થવા પામી હતી.જ્યારે એક્સપ્રેસ હાઈવેની ચાલતી કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...