ખાતમુહૂર્ત:કરજણના લાકોદરાથી સ્મશાન સુધીના આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઈવે પાર કરી સ્મશાન જવું જોખમ ભર્યું છે
  • હાઈવે ક્રોસ કરવામાં અકસ્માતનો ભય ટળશે

કરજણ તાલુકાના લાકોદરા ગામે નેશનલ હાઈવે 48 પરના ગરનાળા નીચેથી સ્મશાનમાં જવા માટેના આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે યોજાયું હતું. જેમાં ગ્રામજનો અને ભાજપાના કાર્યકરો હાજર રહ્યા હતા.

કરજણ તાલુકાના લાકોદરા ગામે નેશનલ હાઈવે 48ની સામે ગામનું સ્મશાન આવેલ છે અને હાઈવે પર વાહન વ્યવહાર ધમધમી રહ્યો હોવાથી સ્મશાન જવું જોખમ ભર્યું છે. તેમજ ખેડૂતોની જમીનો પણ હાઈવેની સામે આવેલ છે. જેથી રોજ નેશનલ હાઈવે ક્રૉસ કરવો પડે છે. જેમાં અગાઉ અકસ્માતો પણ થયેલ છે. જેથી હાઈવે પર ગરનાળું આવેલ હોય જેથી લાકોદરા ગામથી ગળનારા નીચે થઈને સ્મશાનને જોડાતા આરસીસી રોડનું ખાતમુર્હૂત કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે યોજાયું હતું. જેમા લાકોદરા ગ્રામજનો અને ભાજપાના કાર્યકરો હાજર રહ્યા હતા. આ રોડ બનવાથી ગ્રામજનોને હાઈવે ક્રોસ કરવામાંથી છુટકારો મળશે અને અકસ્માત નો ભય ટળશે .

અન્ય સમાચારો પણ છે...