તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપાની પ્રથમ કારોબારી:રાજ્યની કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા હોદ્દેદારોને આહવાન કરાયું

કરજણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરજણ તાલુકા ભાજપાની પ્રથમ કારોબારી કંડારી ગુરુકુલમાં યોજવામાં આવી

કરજણ તાલુકા ભાજપાની નવી બોડીની પ્રથમ કારોબારી બેઠક કંડારી ગુરુકુલ ખાતે યોજાઈ હતી. જેમાં જિલ્લા ભાજપા પ્રમુખ તેમજ કરજણ તાલુકા અને શહેર ભાજપા પ્રમુખ તેમજ ચૂંટાયેલા હોદ્દેદારો કારોબારીમાં હાજર રહ્યા હતા.

કરજણ તાલુકા ભાજપની પ્રથમ કારોબારી બેઠક રવિવારે કંડારી ગુરુકુળ ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. કોરોના કાળામાં ગુજરાતની ભાજપા સરકારે લોકોનાં આરોગ્યની ચીંતાને લઈને ગામે ગામ કોવિડ કેર સેન્ટરો ઉભાકરીને લોકોને આરોગ્યની સેવાઓ પૂરી પાડી છે. તેમજ કેન્દ્રની મોંદી સરકારે અયોધ્યામાં રામ મંદીર નીર્માણ, કાશ્મીરમાં 370 અને 35 એ કલમ દૂર કરી હતી અને આત્મનિર્ભર ભારત આર્થિક વિકાસની સાથે સાહસિક જીવન માટેનો મજબૂત વિચાર છે.

રાજ્યની કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા હોદ્દેદારોને આહવાન કરવામાં આવ્યું હતું. આ કારોબારીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ, કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, મહામંત્રી બીરેન પટેલ, પૂર્વ ધારાસભ્ય સતીષભાઈ પટેલ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રામભાઇ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ કામીશાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય જીજ્ઞેશ વસાવા, પ્રભારી હીનાબેન મોઢ, જિલ્લાના ઉપપ્રમુખ કુમુદબેન પટેલ, મંત્રીઓ ભરતભાઈ પટેલ, મહેશભાઈ રબારી, પ્રદેશ કારોબારી સભ્ય અશોકસિંહ મોરી, એસટી મોરચા પ્રમુખ હિતેશ વસાવા, બક્ષી મોરચાના જિલ્લા મહામંત્રી મહેશભાઈ રબારી, તેમજ તાલુકા સંગઠનના પદાધિકારીઓ, તાલુકા પંચાયતના સભ્યો અને તાલુકા કારોબારી સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...