તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:કરજણ-શિનોરના ધારાસભ્યે ઓક્સિજન પ્લાન્ટ માટે ગ્રાન્ટમાંથી 50 લાખ ફાળવ્યા

કરજણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને તાલુકામાં દવાખાનામાં ઓક્સિજન પ્લાન્ટ નખાશે
  • હાલમાં દર્દીઓને સારવાર માટે વડોદરા લઈ જવા પડે છે

કોરોના મહામારીમાં ગ્રામ્ય કક્ષાએ કોરોનાના દર્દીઓને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે છે. જિલ્લા કક્ષાએ વડોદરા સુધીને દર્દીઓને ઓક્સિજન માટે જવું ના પડે અને તાલુકા કક્ષાએ ગ્રામ્ય દર્દીઓને ઓક્સિજનની સુવિધા મળી રહે એ માટે કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે કરજણ માટે 25 લાખ અને શિનોર માટે 25 લાખ આમા બન્ને તાલુકા મથકે ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. બન્ને તાલુકામાં દવાખાનામાં ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવશે.

કોરોના મહામારીનો પ્રકોપ હવે ગામડાઓમાં પણ પ્રવેશ્યો છે અને ગામડાઓમાં પણ કોરોનાના દર્દીઓ વધવા લાગ્યા છે અને જિલ્લા કક્ષાએ વડોદરા ખાતે દર્દીઓને સારવાર માટે લઈ જવા પડે છે. જ્યારે તાલુકા કક્ષાએ આવેલ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને ઓક્સિજનની સુવિધા મળી રહે એને દર્દીઓને ઓક્સિજન માટે વડોદરા ખાતે જવું ના પડે એ માટે કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરજણ અને શિનોર માટે ઓક્સિજન પ્લાન્ટ માટે 50 લાખની ગ્રાન્ટ ફાળવી કરવામાં આવી છે.

જેમાં કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 25 લાખનો ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવશે અને શિનોર તાલુકામાં આવેલ મોટાફોફળીયા હોસ્પિટલ ખાતે પણ 25 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવશે. આમ ગ્રામ્યની જનતાના આરોગ્ય માટે ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટમાંથી રૂા. 50 લાખ ફાળવવામાં આવશે.

સંખેડા CHCમાં ઓક્સિજન પલાન્ટ નાખવા 25 લાખ રૂપિયાનું અનુદાન

ધારાસભ્ય અભેસિંહે ગ્રાન્ટમાંથી આપવા કલેકટરને પત્ર
સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ સંખેડા CHCમાં મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટે તેમની ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયા ફાળવવા માટે જિલ્લા કલેકટરને પત્ર પાઠવ્યો છે.સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ આપેલી માહિતિ મુજબ મંગળવારે છોટાઉદેપુર ખાતે કલેકટર, ડી.ડી.ઓ. અને જિલ્લાના બે સાંસદ અને સંખેડાના ધારાસભ્ય અભસિંહ તડવીની એક મીટિંગ યોજાઈ હતી. જેમાં કોરોનાનાં કેસ બાબતેની ચર્ચા કરાઈ હતી.

આ ચર્ચા બાદ સંખેડા ખાતે CHCમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટે પોતાની મળવાપાત્ર ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયા ફાળવવા માટેનો પત્ર ત્યાં જ કલેકટરને આપી દીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે સંખેડા ખાતે 48 બેડનું કોવિડ કેર સેન્ટર કેજીબીવીમાં શરૂ થયેલ છે. સંખેડા ખાતે આ સવલત શરૂ થયા બાદ ઓક્સિજન પલાન્ટ શરૂ થાય એ માટેની પણ ચર્ચાઓ વ્યાપક બની હતી.

અન્ય સમાચારો પણ છે...