લોકમાગ:કરજણ-સાધલી-કરજણની શટલ બસ દર રવિવારે બંધ રખાતા રોષ

સાધલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરજણ-રાજપીપલા-જંબુસરની બસ ચાલુ કરવા લોકમાગ કરાઇ

કરજણ ડેપો દ્વારા ચલાવવામાં આવતી કરજણ-સાધલી-કરજણની શટલ બસનુ સંચાલન કરવામાં આવે છે. તેમા દિવસની 8 ટ્રીપો ચાલતી હતી. પરંતુ કરજણ ડેપો દ્વારા 12-30 કલાકની ટ્રીપ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે મુસાફરો અને નોકરીયાત વર્ગ ખુબ જ હેરાન થતાં રોષ જોવા મળી રહ્યો છે.

કરજણ ડેપોમાંથી સવારે 6 કલાકે ઉપડતી કરજણ-સાધલી-કરજણની શટલ બસ 4 ટ્રીપ કરજણ ડેપોના વહિવટ કર્તાઓ દ્વારા મનસ્વી રીતે નિર્ણય લઈને આ બસ દર રવિવારે બંધ રાખવામાં આવે છે. તેવી જ રીતે આ શિડયુલમા બપોરે 12-30 કલાકે ઉપડતી કરજણ-સાધલી-કરજણની ટ્રીપ પણ બંધ કરી દેવામાં આવી છે. તેનો ટાઈમ 13-50નો કરી દેવામાં આવ્યો છે. જેના કારણે મુસાફરોને કરજણ આવવા માટે ખુબ જ તકલીફ પડતી હોય છે.

આ બાબતે વિભાગીય નિયામક તથા ડી.ટી.ઓ.અને કરજણ ડેપો મેનેજરને લેખિત રજુઆત કરવા આવેલ છે. તેમ છતાં પણ કોઈ કાર્યવાહિ કરવા આવતી નથી. તેવી જ રીતે કરજણ - રાજપીપલા - જંબુસર - કરજણ વાયા : આમોદ - સરભાણ - કરજણ - કુરાલી - સાધલી - સેગવા થઈને સવારે અને સાંજે બે ટાઈમ બસ ચાલતી હતી. જે કોરોના મહામારીના કારણે બંધ કરી હાલ પણ બસો ચાલુ કરાઇ નથી.

કરજણ - માલસર - કરજણની બસ પણ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે મોટાફોફળીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા-જતા દર્દીઓને ખુબ તકલીફ પડતી હોય છે. છેલ્લા 30 વર્ષથી ચાલતી કરજણ - છોટાઉદેપુર - કરજણ વાયા - કુરાલી - સાધલી - સેગવા - ડભોઈ - બોડેલી - પાવી જેતપુર થઈને બસ ચાલતી હતી. પરંતુ ઓછી આવકનુ ખોટુ બહાનુ કાઢીને બસો બંધ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...