વ્યાપક નુકસાન:નારેશ્વર ઘાટ સુધી પૂરના પાણી પહોંચ્યાં

કરજણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નારેશ્વર ખાતે નર્મદાનું રોદ્રસ્વરૂપ જોવા મળ્યું. - Divya Bhaskar
નારેશ્વર ખાતે નર્મદાનું રોદ્રસ્વરૂપ જોવા મળ્યું.

ઉપરવાસમાં વધુ વરસાદ પડવાથી સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવતા કરજણ તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં પૂરની સ્થિતિ સર્જાવા પામી છે. જેમાં નારેશ્વર યાત્રાધામ ખાતેનું ઘાટ સુધીને પાણી આવી જવા પામ્યું છે. જ્યારે મોટીકોરલ અને નાનીકોરલ ગામે ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાઇ જવાથી કેળના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે.

જ્યારે દીવાબેટ આશ્રમ ખાતે ફસાયેલા 12 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂરની સ્થિતિ સર્જાતા કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ સ્થળ સિટીની મુલાકાત લીધી હતી.દીવ ાબેટ આશ્રમ ખાતે ફસાયેલા 12 જેટલા ઈસમોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મોટીકોરલ નાનીકોરલ લીલીપુરા ગામે ખેડૂતોના ઉભા પાકમાં પૂરના પાણી ઘૂસી જવા પામ્યા છે. ખાસ કરીને ઉભી કેળના ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેતરોમાં નાવડીઓ ફરતી થઇ જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...