તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:કરજણમાં મુસ્લિમ સમાજના 1050 લોકોએ રસીનો પ્રથમ ડોઝ મૂકાવ્યો

કરજણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલ્લાના સૂફીસંત ફૈજ એકેડમી ખાતે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

કરજણ તાલુકાના કલા શરીર ખાતે આવેલ દરગાહના સૂફીસંત મુસ્તાક અલી બાવાના અનુયાયીઓ દ્વારા શૈક્ષણિક અને આરોગ્યને લાગતા બ્લડ ડોનેટ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ જેવા અનેક કેમ્પો કરે છે. જ્યારે કલ્લાની દરગાહએ હિન્દુ મુસ્લિમ સમાજ માટે એકતાનું સ્વરૂપ છે.

દરગાહ પર હિન્દુ સમાજના લોકો પણ માનતા પૂરી કરવા આવે છે. જેમાં હાલમા કોરોના મહામારીમાં મુસ્લિમ સમાજમાં રસિકરણની જનજાગૃતીના અભાવે મુસ્લિમ સમાજ કોરોનાની રસી મુકવામા પાછળ હતો. પંરતુ કલ્લા શરીફના ધર્મગુરુ મુસ્તાકઅલી બાવા અને વાહેદ અલી બાવા અને આરોગ્ય ખાતા દ્વારા કલ્લા ખાતે આવેલ સૂફીસંત ફૈજ એકેડમી ખાતે કોરોના રસિકરણ માટેનો એક મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ કેમ્પમા ખુદ મુસ્તાક અલી બાવા તેમજ વાહિદઅલી બાવા તેમજ કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, કરજણ તાલુકા ભાજપા પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, મહામંત્રી બીરેન પટેલ કરજણ બજાર સમીતીના ચેરમેન સતીષભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય સમીતીના પૂર્વ ચેરમેન નીલાબેન ઉપાધ્યાય, સતીષભાઈ ઉપાધ્યાય મેઘા કેમ્પમાં હાજર રહ્યા હતા. જેમાં કલ્લા, બચાર, લતીપુરટીબી, ચોરંદા, સમરા, સમારી, ઉરદ કોલીયાદ ગામના મુસ્લીમ સમાજના લોકો રસી મુકવવા ઉમટી પડ્યા હતા. જેમાં મુસ્લિમ સમાજના 1050 લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...