તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની અસર:કલ્લા શરીફમાં કોમી એકતાના પ્રતિક સમા ઉર્સ મુબારકનો મેળો મોકૂફ રખાયો

કરજણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 77મા ઉર્સ મુબારકનો મેળો આગામી 4 એપ્રિલ 2021ના રોજ યોજાનાર હતો
 • અકિદતમંદો અને ચાહકોએ પોતાનાં ઘરમાં જ રહીને ફાતેહા કરી ખીરાજે અકિદત પેસ કરવા અપીલ

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં કલ્લા શરીફ ખાતે હજરત સૈયદ પીર ફીયાઝુદ્દીન ઉર્ફે ગાંડેબાવા (રહે.) અને હજરતપીર ફૈઝુરર્સુલ(રહે.)નાં કોમી એકતાનાં પ્રતિક સમાન 77મા ઉર્સ મુબારકનો મેળો આગામી 4 એપ્રિલ 2021ના રોજ યોજાનાર હતો. જે હાલમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને તકેદારીનાં પગલા રૂપે આ મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે.

કલ્લા શરીફ ખાતે હજરત સૈયદ પીર ફીયાઝુદ્દીન ઉર્ફે ગાંડેબાવા (રહે.) અને હજરત પીર ફૈઝુરર્સુલ(રહે.)નો 77મો ઉર્સ મુબારક આગામી તા.4 એપ્રિલને રવિવારનાં રોજ યોજાનાર હતો પરંતુ હાલમાં વધતા જતા કોરોનાં સંક્રમણને લઈને લોકોનાં આરોગ્યને ધ્યાનમાં લઈને ઉર્સ મુબારક મોકૂફ રાખવામાં આવેલ છે.

આ અંગે પીરેતરીકત સૈયદ વાહીદઅલી બાવાસાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં દેશભરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું હોવાનાં કારણે ઉર્સ મુબારક મોકૂફ રાખવામાં આવ્યો છે. ત્યારે અકિદતમંદો અને ચાહકોએ પોતાનાં ઘરમાં જ રહીને ફાતેહા કરી ખીરાજે અકિદત પેસ કરવા તેમજ ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવા તેમજ કોવિડ-19ના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો