તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:કરજણ તાલુકાના આલમપૂર ગામના લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરાયો

કરજણ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
કરજણ તાલુકાના અલામપૂર ગામે ‘પૂરનું વળતર નહીં તો વોટ નહીં’ના બેનર સાથે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો સૂર ઉઠાવ્યો હતો. - Divya Bhaskar
કરજણ તાલુકાના અલામપૂર ગામે ‘પૂરનું વળતર નહીં તો વોટ નહીં’ના બેનર સાથે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો સૂર ઉઠાવ્યો હતો.
 • ‘પૂરનું વળતર નહીં તો વોટ નહીં’ના બેનર લગાવી સૂત્રોચ્ચાર

કરજણ તાલુકાના આલમપુરા ગામ લોકોએ 28 ફેબ્રુઆરીના રોજ યોજવાની જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે અને ગામના પ્રવેશતા જ બોર્ડ મારેલ છે કે પૂરનું વળતર નહીં, વોટ નહીં આમ ચોમાસામાં નર્મદા નદીમાં પૂર આવવાથી ખેતીમાં વ્યાપક નુકશાન થવા પામ્યું હતું. જેમાં સરકાર દ્વારા વળતર માટે બે વખત સર્વે કરાવ્યું હોવા છતાં સરકાર ખેડૂતોને ખેતીની નુકશાનીનું વળતર ચૂકવતી નથી. જેથી આલમપુરા ગામના લોકોને ચૂંટણી બહિષ્કાર કરી ગામમા બોર્ડ મારેલ છે કે પૂરનું વળતર નહીં તો વોટ નહીં.

તાલુકાના નારેશ્વરથી મોટી કોરલ રોડ પર આવેલ આલમપુરા ગામના લોકોએ અગાઉ ચોમાસા દરમિયાન નર્મદા નદીમાં આવેલા પુરને કારણે આલમપુરા ગામના વ્યાપક નુકસાન થવા પામ્યું હતું અને ખેડૂતોનો ઊભો પાક પાણીમાં નષ્ટ થઇ જવા પામ્યો હતો. જે માટે સરકારે ખેડૂતો નેવળતર ચૂકવવા માટે નુકસાનીનો સર્વે કરવામાં આવ્યું હતું. આમ બે વખત સર્વે કરવા છતાં પણ સરકાર દ્વારા આજ દિન સુધી ખેડૂતોને વળતર ચૂકવાયું નથી. જેથી અલામપુરા ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરી પૂરનું વળતર નહીં તો વોટ નહીં એવા બેનર લગાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો