અકસ્માત:વાહન ચાલકે અડફેટે લેતા ઈસમનું સારવાર વેળા મોત

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરજણ નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો
  • પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો

કરજણ ને.હાઈવે 48 પર મોતીમહેલ હોટલની સામે ભરૂચથી વડોદરા જતી ટ્રેક પર અજાણ્યા ઈસમને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા સારવાર માટે વડોદરાની સરકારી હોસ્પીટલમાં લઈ જવામા આવ્યા હતા. જ્યા સારવાર દરમ્યાન મીતની પજ્યું હતું. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે.

કરજણ નેશનલ હાઈવે 48 પર મોતીમહેલ હોટલ સામે 10 ઓક્ટોમ્બરના રોજ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી અજાણ્યા ઈસમને અડફેટમાં લેતા અજાણ્યા ઈસમને સારવાર માટે વડોદરા સરકારી દવાખાને લઈજતા સારવાર દરમ્યાન 17 ઓક્ટોમ્બરના રોજ અજાણ્યા ઈસમનું મોત નીપજ્યું હતું. મરનાર અજાણ્યા ઈસમે ભૂખરા કલરનું પેન્ટ અને બ્લ્યુ કલરની ટીશર્ટ પહેરેલ છે. ઉંમર આશરે 60 વર્ષ જણાય છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...