તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:ઓટોમોબાઇલ અને રિયલ એસ્ટેટમાં મંદી અને કોરોનાની અસર જોવા મળી

કરજણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરજણમાં એકપણ નવા મકાનનું બુકિંગ ન થયું
  • બાઇકોની ખરીદીમાં પણ 50%નો ઘટાડો નોંધાયો

કોરોનાની અસર હાલમાં રિયલ એસ્ટેટ અને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળી રહી છે. શાસ્ત્રોમાં અષાઢીબીજ, અખાત્રીજ અને વસંત પંચમી આમ ત્રણ તહેવારો એટલે શુભ કર્યો અને વાહન મિલ્કત ખરીદીના વણમાગ્યા મૂહર્ત ગણવામાં આવે છે. આ ત્રણ તહેવારોમાં લોકો નવા વાહનો અને મિલ્કતો ખરીદે છે.

અષાઢી બીજના દિવસે પણ લોકો નવા વાહનો અને મિલ્કતો ખરીદે છે. જેમાં કરજણ નગરમાં કોરોના મહામારી અને મોંઘવારી અસર જોવા મળી હતી. જેમાં રિયલએસ્ટેટમાં કરજણ નગરમા એક પણ નવા મકાનનું બુકિંગ થવા પામ્યું નથી. જ્યારે બાઇકોની ખરીદીમાં પણ ગત વર્ષો કરતા 50%નો ઘટાડો નોંધાયો છે. જ્યારે દિવસ દરમ્યાન માત્ર 7 કારનું વેચાણ થવા પામેલ છે. જેથી કારોની ખરીદીમાં પણ 70% જેટલો ઘટાડો નોંધાવા પામ્યો છે. કોરોના અને મોંઘવારીની અસર ખરીદી પર વર્તાઇ છે.

અન્ય સમાચારો પણ છે...