મગરે હુમલો કર્યો:ઢાઢર નદીના કિનારે બકરા ચરાવવા ગયેલા યુવકને મગર ખેંચી ગયો

કરજણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કરજણના પીંગલવાડા ગામમાં બનેલો બનાવ
  • કિનારે બકરી ફસાઇ જતાં યુવક તેને કાઢવા જતાં મગરે હુમલો કર્યો

કરજણ તાલુકાના પીંગલવાડા ગામે ઢાઢર નદીના કિનારે ગામ નો માળી સમાજ નો છોકરોબકરા ચરાવવા ગયો હતો ત્યારે યુવક બકરા ચરાવવામાં વ્યસ્ત હતો. તે સમયે નદીના કિનારે બકરી ફસાઈ જતા યુવક બકરીને કાઢવા ગયો પરંતુ બકરી કૂદકો મારીને નીકળી ગઈ જ્યારે મગરે યુવક પર હુમલો કરી પાણીમાં ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો સ્થળે દોડી આવ્યા હતા. તેમ જ પોલીસને જાણ કરતાં કરતાં પોલીસ પણ નદી કિનારે પહોંચી ગઈ હતીસ્થાનિક લોકો દ્વારા જાળ નાખીને યુવકની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.

કરજણ તાલુકાના ઢાઢર નદીના કિનારે આવેલ પીંગલવાળા ગામે માળી સમજનો યુવક વિજયભાઈ પ્રવીણભાઈ માળી ઉંમર વર્ષ 15 રોજના નિત્યક્રમ પ્રમાણે પોતાના બકરા ચરાવવા માટે ઢાઢર નદીના કિનારે ગયો હતો બપોરના સમયે બકરા ચરાવતી વખતે વિજય કિનારા પર ઊભો હતો ત્યારે ઍક બકરી નદીમાં પાણી પીવા માટે ગઈ અને કિનારે ફસાઈ ગઈ હતી જેથી વીજય બકરીને કાઢવામાટે નદી કિનારે ગયો ત્યારે બકરી એકદમ કૂદકો મારીને બહાર નીકળી ગઈ અને જ્યારે નદીના પાણી માંથી મગરે એકદમ વિજય પર હુમલો કરીને વીજાય ને નદીના ઊંડા પાણીમાં ખેંચીગયો જ્યારે ગ્રામ જનોને ખબર પડતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા અને નદીમાં વિજયની શોધખોળ આદરી હતી. જ્યારે કરજણ પોલીસેને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...