તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુનો:ઓસલામમાં દંપતી સામે એટ્રોસિટીનો ગુનો નોંધાયો

કરજણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કરજણ તાલુકાના ઓસલામ ગામના જીગ્નેશભાઈ વિનુભાઈ પટેલ અને એમના પત્નિ પીનલબેન જીગ્નેશભાઈ પટેલ સામે ગામના કલ્પેશ ભીખાભાઈ વસાવાએ ત્રણ વર્ષ આગઉ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં દંપતી કોર્ટમાં નિર્દોષ છૂટીજતા બાદમાં કલ્પેશ વસાવા 5 ઓગસ્ટના રોજ ઝઘડો કરી માર મારવા ગયો હોવાની અરજી કરતા પોલીસે કલ્પેશ વસાવાના જમીન લીધા હતા. બાદમા 17 ઓગસ્ટે કલ્પેશ વસાવા અને તેના બે મીત્રો સાથે ઇકો ગાડી લઈને ચોરંદા જતા હતા. ત્યારે જીગ્નેશ પટેલ અને તેના પત્નિ રોડ પર એમના તબેલા પાસે ઉભા હતા.

ત્યારે કલ્પેશ વસાવાની ઇકોગાડી ઉભી રખાવી કહેલ કે ‘ભલે તને પોલીસે છોડી દીધો, પણ હૂં તને છોડીશ નહીં’. એમ કહી જાતીવિષયક અપશબ્દો બોલી તેમજ બાબા સાહેબ વિશે અભદ્ર બોલી અપમાનિત કરી ઝઘડો કર્યો હતો. જેથી કરજણ પોલીસ સ્ટેશનમાં કલ્પેશ ભીખાભાઈ વસાવાએ ગામના જીગ્નેશભાઈ વિનુભાઈ પટેલ અને એમના પત્ની પીનલબેન જીગ્નેશભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એટ્રોસિટીનો ગુનો નોંધી કર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...