હાલાકી:કરજણના ખેરડામાં પ્રવેશવાના રસ્તાની જ હાલત છે બિસ્માર!

કરજણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણના ખેરડા ગામમાં પ્રવેશવાનો રોડ બિસ્માર હાલતામાં હોવાથી 108 પણ ગામમાં આવતી નથી. - Divya Bhaskar
કરજણના ખેરડા ગામમાં પ્રવેશવાનો રોડ બિસ્માર હાલતામાં હોવાથી 108 પણ ગામમાં આવતી નથી.
  • ગ્રાન્ટો ફાળવાય છે પરંતુ કેટલાક વિઘ્નસંતોષીઓના લીધે રોડ થતો નથી

કરજણ તાલુકાના ખેરડા ગામે સ્તુતિ ખેડા સુધીનો ડામર રોડ છે. પરંતુ ખેડા ગામથી ગામમાં પ્રવેશવાનો એક કિલોમીટર જેટલો રોડ એકદમ બિસ્માર હાલતમાં છે. કાદવ કીચડવાળો રોડ છે અને રોડ પરથી ચાલતા કે બાઈક લઈને પસાર થવું પણ મુશ્કેલ છે. રોડ માટે ગ્રાન્ટ ફાળવાય છે પરંતુ ગામના કેટલાક વિઘ્નસંતોષીઓની હેરાન ગતીના લીધે રોડ બનતો નથી. ગામના કેટલાક ઈસમોને કારણે આખા ગામને વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ગામમાં કોઈ બીમાર પડેતો 108 પણ આવતી નથી. ગામની બાહર રોડ પર દર્દીને લઈ જવા પડે છે.

કરજણ તાલુકાના ખેરડા ગામ અણસ્તૂ ગામથી 4 કીલોમીટર અંતરે આવેલ છે. અને અણસ્તૂથી ખેરડા સુધીનો પાકો ડામર રોડ આવેલ છે. પંરતુ ખેરડા ગામ પ્રવેશવાનો 1 કીલોમીટર જેટલો રોડ એકદમ બિસ્માર હાલતમાં છે. રોડ પર ખાડા પડી ગયા છે અને હાલમાં વરસાદના લીધે કાદવ કીચડ થયેલ છે. જેથી આ રોડ પરથી ચાલતા કે બાઈક લઈને પણ પસાર થઈ શકાતું નથી.

ગામના વિદ્યાર્થીઓને પણ ભણવા જવામાટે કાદવમાં થઈને પસાર થવું પડે છે. જ્યારે ગામમાં કોઈ બીમાર પડેતો 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ ગામમાં આવતી નથી. દર્દીને ઉંચકીને રોડ સુધીને લાવવા પડે છે. રોડ માટે ગ્રાન્ટ તો મંજૂર થાય છે. પરંતુ ગામમાં કેટલાક વિઘ્નસંતોષીના લીધે રોડ બનતો નથી અને ગામના બે ત્રણ ઈસમોને લીધે આખા ગામની જનતા વેઠવાનો વારો આવે છે. કેટલા ઈસમો વિકાસના કામોમાં રોડા નાખતા હોવાથી રોડ બનતો નથી.

છેલ્લા 15 વર્ષથી આ રોડની ખરાબ હાલત છે
છેલ્લા 15 વર્ષથી આ રોડ ખરાબ હાલતા છે. અને ગામના બે ત્રણ લોકો રોડના કામમાં રોડા નાખે છે. જેથી આવા વિઘ્નસંતોષી માણસોને કહીએ છે કે રોડ થઈ જવાદો. - સિકંદર મહંમદ, ખેરડા ગામનો રહીશ

અન્ય સમાચારો પણ છે...